ગુજરાતમા યાત્રાધામ ગીરનાર રોપ વે ની કામગીરી આગામી ૬ માસમાં પૂર્ણ થવાની શકયતા : સીએમ રૂપાણી

October 30, 2019
 2189
ગુજરાતમા યાત્રાધામ ગીરનાર રોપ વે ની કામગીરી આગામી  ૬ માસમાં પૂર્ણ થવાની શકયતા :  સીએમ રૂપાણી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢ જિલ્લાના તેમના પ્રવાસ દરમ્યાન ગિરનાર રોપ વે કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યા બાદ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે ઉષા બ્રેંકો દ્વારા આ કામગીરી ઝડપભેર હાથ ધરાઇ રહી છે. આગામી ૩ થી ૫ મહિનામાં કામગીરી પૂર્ણ થતાં યાત્રિકો ગિરનાર તળેટી થી રોપ વે મારફતે સીધા જ ત્રીજી ટૂંક અંબાજી પહોંચી શકશે.વિજયભાઈ રૂપાણી એ ઉપરકોટ ડેવલપમેન્ટ કામો સાથે નરસિંહમહેતા સરોવર બ્યુટીફિકેશન કામ હાથ ધરાઇ રહ્યા છે તેમ પણ ઉમેર્યું હતું.

આ યાત્રાધામ સહિત સાસણ ગીર સિંહ દર્શન અને ભગવાન સોમનાથદાદાના દર્શનની એક આખી ટુરિઝમ સર્કિટ ડેવલપ થવાથી ગિરનાર અને જૂનાગઢની મુલાકાતે દેશ વિદેશના વધુ ને વધુ પ્રવાસીઓ આવતા થશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.મુખ્યમંત્રી એ વિશ્વાસ દર્શાવ્યો કે આના પરિણામે જૂનાગઢમાં સ્થાનિક રોજગારીની તકો વધશે અને આ મહાનગર ની ઇકોનોમીને નવો વેગ મળશે

આ ઉપરાત સપ્ટેમ્બર માસમાં મળેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની આ અંગેની દરખાસ્ત હવે નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડમાં મોકલવાની દિશામાં ગતિ લાવવા પણ મુખ્યમંત્રીએ સૂચનો કર્યા હતા. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ગિરનાર રોપ-વે ની હાલ ચાલી રહેલી કામગીરી આગામી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થતાં રોપ-વે યાત્રિકો માટે શરૂ થઇ જશે.

આના પરિણામે અંબાજી ટૂક ઉપર યાત્રિકોનો ઘસારો વધશે અને તેમની સુવિધા માટે પીવાના પાણીની, શૌચાલયની અને સુરક્ષા માટે ફેન્સીંગ તથા વિશ્રામ માટે ચોકની સગવડોની જરૂરિયાત ઊભી થવાની છે.પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ માટે કુલ રૂ. ૭ કરોડનો પ્રોજેકટ હાથ ધરાવાનો છે તે પૈકી પ્રારંભિક તબક્કે રૂ. ૪ કરોડ જેવી રકમના યાત્રાળુ સુવિધા કામો માટે ૦.ર૭૮પ હેકટર ફોરેસ્ટ લેન્ડનો ઉપયોગ કરવાનો થાય છે. આ ફોરેસ્ટ લેન્ડ સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની અનૂમતિથી યાત્રાળુ સુવિધા હેતુ માટે ફાળવવાની દરખાસ્ત સેન્ટ્રલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફને મોકલવામાં આવશે.

Share: