દેશમાં કોરોનાથી કુલ મૃતાંક એક લાખને પાર, છેલ્લા ૨૪ કલાકમાં ૭૯,૪૭૬ નવા કેસ

October 03, 2020
 2642
દેશમાં કોરોનાથી કુલ મૃતાંક એક લાખને પાર, છેલ્લા ૨૪ કલાકમાં ૭૯,૪૭૬ નવા કેસ

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ૬૪ લાખને વટાવી ગઈ છે, જયારે મૃત્યુઆંક પણ એક લાખના દરે પહોંચ્યો છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૯ હજાર ૪૭૬ નવા કેસ નોંધાયા છે, જ્યારે ૧૦૬૯ લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા કોરોના કેસ આવ્યા બાદ દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ૬૪,૭૩,૫૪૪ થઈ ગઈ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ, દેશમાં કોરોનાના ૯ લાખ હજાર ૯૯૬ સક્રિય કેસ છે, જ્યારે કોરોના ચેપના કારણે ૧ લાખ ૮૪૨ દર્દીઓના મોત નીપજ્યાં છે. જ્યારે રાહતની વાત એ છે કે, અત્યાર સુધીમાં ૫૪ લાખ ૨૭ હજાર ૭૦૬ લોકો સ્વસ્થ થયા છે.

આઈસીએમઆર અનુસાર, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧,૩૨,૬૫૭ કોરોનાની તપાસ કરવામાં આવી છે. આઈસીએમઆરે કહ્યું છે કે, કોરોનાની તપાસથી દર્દીઓને સરળતાથી શોધી શકાય છે અને તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જાય છે. તમને જણાવી દઈએ કે, અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારત કોરોનાને કારણે થયેલા મૃત્યુમાં વિશ્વમાં ત્રીજા સ્થાને છે.

Share: