સ્વિસ બેંકમાં જમા ભારતીયો ના નાણાં ની યાદી સરકાર ગુપ્ત કેમ રાખશે?

October 09, 2019
 1128
સ્વિસ બેંકમાં જમા ભારતીયો ના નાણાં ની યાદી સરકાર ગુપ્ત કેમ રાખશે?

વર્ષો થી દેશ મા એક જ વાત થતી હતી કે ભારતીય નેતાઓ અને ઉદ્યોગ પતિ ઓ ના કાળા નાણાં વિદેશ ની બેન્કો મા જમાં પડ્યા છે અને તેને ભારત માં લાવવા મા આવે તો ભારત નું તમામ દેવું ઉતરી જાય તેમ છે અને અધૂરા મા પૂરું નરેન્દ્ર મોદી જે પાછલા 65 મહિના થી દેશના વડા પ્રધાન છે અને સામાન્ય ભિક્ષુક રામદેવ જે પતંજલિ નો આસામી બની બેઠો છે તે લોકો છાતી ઠોકી ઢોલ પીટી ને ૨૦૧૪ ની લોકસભા ચૂંટણી પહેલાં કહેતા હતા કે ભાજપ ની કેન્દ્ર મા સરકાર બનશે અને નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનશે તો દેશ બહાર રહેલું તમામ કાળુ નાણુ ભારત માં પાછું લાવશે અને આ કાળું નાણું એટલું બધું હશે કે દરેક નાગરિક ના બેંક ખાતા મા આસાની થી ૧૫/૨૦ લાખ રૂપિયા આવી જશે.

ત્યારે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા પાછલા 65 મહિના ના શાસન દરમિયાન દેશ મા થી વિદેશ ગયેલું કાળું ધન આવ્યું નથી પણ અરબો ખરબો જેટલા કાળા ધન ના રૂપિયા વિદેશ જતાં રહ્યા છે અને નરેન્દ્ર મોદીના ખાસ મિત્રો તો દેશના સફેદ રૂપિયા ની પણ લાખો કરોડ રૂપિયાની લોન દેશ ની બેન્કો ને ના ચૂકવી ને વિદેશ ભાગી ગયા છે અને તેમાં પાછા પૂર્વ નાણાં મંત્રી સ્વ અરુણ જેટલી તો એક ઉદ્યોગ પતિ ને એર પોર્ટ પર મૂકવા ગયા હોવાની વાત પણ જે તે સમયે દૈનિક સમાચારપત્ર મા વાંચેલી છે. હવે વાત એમ છે કે કાળા નાણાં વિરુદ્ધ લડાઈ મા ભારત દેશ ને સફળતા મળી છે ભારત અને સ્વિત્ઝર્લેન્ડ વચ્ચે નવી ઓટોમેટિક ઇન્ફર મેશન એક્સચેન્જ સંધી હેથલ ભારત ને સ્વિત્ઝર્લેન્ડ તરફ થી પોતાના નાગરિકો ની સ્વીસ બેંક ખાતા ની પ્રથમ યાદી મળેલ છે.

પણ મારી ઈમાનદાર સરકાર છે ના ઢોલ પિટ્વા વાળા નરેન્દ્ર મોદી સરકાર દ્વારા એવું નિવેદન કરવામાં આવ્યું છે કે સ્વિસ બેંકમાં જે ભારતીયો ના નાણાં છે તેમના નામ સરકાર ગુપ્ત રાખશે તે જનતા ને કહેશે નહી તો પછી પાછલા ૩૦ વર્ષો થી બૂમો પાડી ને દેશ ની જનતા ને ગુમરાહ કરવાનો ભાજપ પાર્ટી નો મતલબ સાફ દેખાઈ રહ્યો છે કે આ નાણાં દેશ ના રાજનેતાઓ કે ઉધોગો માલિકો ના છે અને તેના નામ નરેન્દ્ર મોદી સરકાર જાહેર નહિ કરે કારણ કે તમામ રાજનેતાઓ અને ઉદ્યોગ પતિ ઓ ની એક મીલી ભગત જેવી લિંક હોઈ શકે જેમ કોર્ટ મા લડતા બે વકીલો આખરે તો પોતાના ગ્રાહકો ને ડફોળ જ બનાવતા હોય છે તેવી રીતે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા પલટી મારી દેવામાં આવી છે. આ બાબતે ભાજપ ભાજપ મોદી મોદી કરતા રહેતા અંધ ભકતો ની આંખો ખુલવી જ જોઈએ.

- કલ્પેશ ભાટિયા

(આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: