ગુજરાત મા દારૂ અને ડ્રગ પણ વેચાય છે ત્યારે તો પકડાય છે અને વેચનાર પર કેસ થાય છે પછી સરકાર બચાવ કેમ કરે છે?

October 09, 2019
 753
ગુજરાત મા દારૂ અને ડ્રગ પણ વેચાય છે ત્યારે તો પકડાય છે અને વેચનાર પર કેસ થાય છે પછી સરકાર બચાવ કેમ કરે છે?

રાજસ્થાન ના નેતા અને મુખ્ય મંત્રી અશોક ગેહલોત દ્વારા ગુજરાત રાજ્ય મા દારૂ વેચાય છે પીવાય છે તે નિવેદન આપવામાં આવ્યું બાદ મા ભાજપ ના નેતાઓ અને મંત્રીઓ તેમની આદત મુજબ દરેક મુદ્દે એક જ રટણ ચાલુ કરી દે છે કે આ તો રાજ્ય ની સાડા છ કરોડ જનતા નું અપમાન થયું. દેશ નું અપમાન થયું. મહિલાઓ નું અપમાન થયું. ભારત માં નું અપમાન થયું કે ગાય માતા નું અપમાન થયું વગેરે વગેરે જેવા મત મેળવવા માટે ના વિરોધ પાર્ટી પર હમેશ ને માટે ફિક્સ એટેક કરતા રહો મત મેળવતા રહો મન મરજી મુજબ શાસન કરતા રહો જેવી રાજનીતિ ગઇકાલે ભાજપ ના નેતા અને ગુજરાત ના મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી મુખ્ય મંત્રી નીતિન પટેલે કરી હતી કે રાજસ્થાન ના મુખ્ય મંત્રી ગુજરાત ની જનતા ની માફી માગે કે મે ભૂલ કરી ને કીધું હતું કે ગુજરાત મા દારૂ પીવાય છે ત્યારે ગુજરાત ના બંને મહાનું ભાવ ભાજપ ના નેતાઓ રાજકીય સ્ટંટ કરવા ના સમયે ભૂલી ગયા કે ગુજરાત રાજ્ય મા દારૂ વેચાય છે અને તેથી જ તો દારૂ ભરેલી ટ્રકો ની ટ્રકો પકડાય છે અને તેમના પર પોલીસ કેસ થાય છે

સમયે સમયે પોલીસ વિભાગ કે સરકારી તંત્ર દ્વારા કરોડો રૂપિયા ના દારૂ ના બોક્સઓ પર જે સી બી મશીન દ્વારા દારૂ ની બોટલો નો નાસ કરવામાં આવતા ફોટા પણ સરકાર તરફથી જનતા ને બતાવવા મા આવે છે જ અને આજે પણ ગુજરાત રાજ્ય મા ઘણી વખત દારૂ પીધેલા લોકો જેમ તેમ બકવાસ કરે છે તે પણ જનતા અને પોલીસ વિભાગ દ્વારા તેને જોવામાં આવે છે પણ પોલીસ વિભાગ નાના ખિસ્સા ખાલી વાળા દારૂડિયા ને એટલા માટે પકડતી નથી કે તેને પોલીસ ને આપવા માટે કશું હોતું નથી અને તેના પર કેસ કર્યા બાદ પોલીસે તેને નજીક ના સરકારી હોસ્પિટલ ખાતે જાતે લઈ જઈ ને તેના શરીર મા કેટલી માત્ર મા દારૂ (આલ્કોહોલ) નું પ્રમાણ છે તે સર્ટી ફિકેટ લેવું પડે અને કોર્ટ સમક્ષ તેને રજૂ કર્યા બાદ પહેલી વખત દારૂ પીધા પછી કોર્ટ તેને નામ માત્ર ની સજા કરતી હોવાથી ખિસ્સા ખાલી વાળા દારૂડિયા ને કઈ અસર થતી નથી પોલીસ ને પણ કંઈ મળતું નથી

વધારા મા દારૂ પીધેલા વ્યક્તિ પાસે થી ક્યાં થી દારૂ વેચાતો લીધો તે પૂછ્યા બાદ તે સરનામે પણ રેડ કરવાથી માસિક ધોરણે આવતો પોલીસ નો હપ્તો બંધ થાય તે પોલીસ વિભાગ ને પરવડે નહીં. પણ ગયા મહિને જ ગુજરાત ની ટીવી ચેનલ પર એક અહેવાલ બતાવ્યો હતો કે અમદાવાદ શહેરમાં કયા વિસ્તાર માં દારૂ ચરસ કે અન્ય ડ્રગ્સ મળે છે ત્યારે ગુજરાત સરકાર નું મોં સિવાઈ ગયું હતું પણ કોંગ્રેસ પક્ષના નેતા એ સાચું નિવેદન આપવાનું કારણ એ પણ હોઈ શકે કે અશોક ગેહલોત જ્યારે ગુજરાત કોંગ્રસના પ્રભારી હતા અને વિજય રૂપાણી ગુજરાત ના મુખ્ય મંત્રી હતા ત્યારે તેઓ ગુજરાત મા ઘણો સમય વિતાવ્યો હોવાના કારણે જાણી ચૂક્યા હતા કે ગુજરાત મા દારૂ બંધી હોવા છતા પણ છૂટ થી દારૂ વેચાય છે

ત્યારે વિજય રૂપાણી ને ગુજરાત ના મુખ્ય મંત્રી તરીકે કહેવું જોઈએ કે પહેલા કરતા અત્યારે સરકાર ની નીતી કડક છે પણ સામે રાજનીતિ કરતા તેમને દારૂ નું રાજકરણ ગરમાવી દીધું છે અને સોશીયલ મિડીયા મા લોકો હસી રહ્યા છે.

- કલ્પેશ ભાટિયા

(આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: