૩૧ ડિસેમ્બર બાદ આ સ્માર્ટફોન્સમાં બંધ થઈ જશે વ્હોટ્સએપ

December 27, 2018
 488
૩૧ ડિસેમ્બર બાદ આ સ્માર્ટફોન્સમાં બંધ થઈ જશે વ્હોટ્સએપ

દુનિયાભરમાં આ સમયે મેસેજિંગ એપ વ્હોટ્સએપનો ઉપયોગ કરવામાં આવે છે અને કંપની પોતાના યુઝર્સને વધુ સારી સુવિધા આપવા માટે નવા-નવા ફિચર્સને સામેલ કરી રહી છે. તેમ છતાં વ્હોટ્સએપના કેટલાક યુઝર્સ માટે ખરાબ સમાચાર છે, કેમકે ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ બાદ વ્હોટ્સએપ કેટલાક જુના ઓપરેટિંગ સિસ્ટમ્સમાં પોતાનો સપોર્ટ બંધ કરી દેશે. એટલે, આ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલનાર સ્માર્ટફોનમાં વ્હોટ્સએપ કામ કરશે નહીં.

નોકિયાના જુના ઓપરેટિંગ સિસ્ટમના યુઝર્સ વ્હોટ્સએપનો ઉપયોગ પોતાના ફોનમાં કરી શકશે નહીં. ઓપરેટિંગ સિસ્ટમ છે નોકિયા એસ૪૦, આ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલનાર ફોનમાં ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ થી વ્હોટ્સએપ ચાલશે નહીં. તેના સિવાય, એન્ડ્રોઇડ ૨.૩.૭ અને તેનાથી જુના વર્જનની સાથે-સાથે iPhone iOS 7 અને તેના જુના ઓપરેટિંગ સિસ્ટમ પર ૧ ફ્રેબુઆરી ૨૦૨૦ બાદ વ્હોટ્સએપ કામ કરશે નહીં.

સપોર્ટ ના આપવાના કારણે

વ્હોટ્સએપે એક નિવેદનમાં જણાવ્યું છે કે, “આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે, કેમકે અમે આ પ્લેટફોર્મ માટે નવા ફિચર્સ ડેવલોપ નહીં કરીએ. કેટલાક ફિચર્સ કોઈ પણ સમય બંધ થઈ શકે છે.” આ અગાઉ ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ બાદ વિન્ડોઝ ફોન ૮.૦, બ્લેકબેરી OS અને બ્લેકબેરી ૧૦ રાખનારાઓને મુશ્કેલીઓ થઈ હતી અને તેમને મજબુરીમાં પોતાનો ફોન બદલવો પડ્યો હતો. 

Share: