કાશ્મીરમા ૬૫ દિવસથી લોક ડાઉન પર ભડક્યા સીનીયર અધિકારીઓ, કહ્યું સ્થિતિ વધારે બગડી રહી છે

October 09, 2019
 1181
કાશ્મીરમા ૬૫ દિવસથી લોક ડાઉન પર ભડક્યા સીનીયર અધિકારીઓ, કહ્યું સ્થિતિ વધારે બગડી રહી છે

જમ્મુ કાશ્મીરમા આર્ટીકલ ૩૭૦ને નાબુદ કર્યા બાદ મોદી સરકાર સતત એ દાવો કરી રહ્યા છે કે કાશ્મીર ઘાટીમા બધુ બરાબર છે. પરંતુ હવે જમ્મુ કાશ્મીરમા ફરજ પરના અધિકારીઓ પણ માની રહ્યા છે કે સ્થિતિ કાબુમા નથી અને હવે તે પડકારરૂપ છે. આર્ટીકલ ૩૭૦ દુર કર્યા બાદ હવે ઘાટી બંધ છે. અને ૬૫ દિવસ જેટલો સમયગાળો વીતી ચુક્યો છે.પરંતુ હાલત હજુ પણ જેમના તેમ જ છે અહિયાં હાજર અધિકારીઓનું માનવું છે કે સ્થિતિ સુધરવાની જગ્યાએ વધારે બગડી રહી છે.

જમ્મુ કાશ્મીરના બજારમા સન્નાટો છે. ઇન્ટરનેટ અને સેલફોનની સેવા હજુ સુધી પૂર્ણ રીતે શરૂ થઈ નથી. જેની અસર આરોગ્ય સેવા પર પડી છે. આ ઉપરાત સ્કુલ અને કોલેજ બંધ છે. હજારો લોકો હિરાસતમા છે. જો કે રાજયપાલ કહી રહ્યા છે હાલત પહેલાથી સારા થયા છે અને તે જ કારણે પર્યટકો પર પ્રતિબંધ કરનારા આદેશ વાપસ લેવામા આવી રહ્યા છે. પરંતુ કોઈ અસર જોવા નથી મળી રહી. જયારે ૨૪ ઓક્ટોબરના રોજ યોજાનારી બ્લોક વિકાસ પરિષદ( બીડીસી) ચુંટણી લડવાનો દરેક પક્ષોએ ઇન્કાર કરી દીધો છે.

જેમાં એક અંગ્રેજી અખબારે ૧૨ જેટલા સરકારી અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ એક અહેવાલ છાપ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે સરકાર ભલે ગમે તે કહે પરંતુ ઘાટીમાં હાલત સામાન્ય નથી.એક અધિકારીએ જણાવ્યું કે સુરક્ષા બળ ટાઈમ જોવે છે જયારે આતંકવાદીઓ પાસે હંમેશા સમય છે. પરંતુ અહિયાં કિસ્સો બીજો છે. સરકારની રણનીતિ એવી લાગે છે કે તે દરેક સમયે જમ્મુ કાશ્મીરના રહીશો પર નજર રાખી શકે. અધિકારીએ કહ્યું કે અમે નિશ્ચિત નથી લોકોને થકવી નાંખનારી પ્રકિયા પ્રભાવી થશે. પરંતુ હવે આપણે બધાએ સ્વીકાર કરવાની જરૂર છે કે હાલત સામાન્ય નથી.

આ ઉપરાંત એક સીનીયર અધિકારીએ ન્યુઝ પેપરને જણાવ્યું કે મુદ્દા અને મસલા બે એવા સામાન્ય શબ્દ છે જેને લોકો અહિયાં વાતચીતમાં સાંભળે છે. તમેં આ શબ્દ ૫ ઓગસ્ટ પછી નહીં સાંભળ્યો હોય કોઈપણ વ્યક્તિ તેનો ઉપયોગ નથી કરતા. એનો મતલબ એ નથી કે જીવન સામાન્ય છે. તેમજ દિલ્હીને એવું લાગે છે કોઈપણ મોટી ઘટના નથી ઘટી તો બધું જ સામાન્ય છે.

Share: