રાહુલ ગાંધી આવતી કાલે ગુજરાતની સુરત કોર્ટમાં થશે હાજર, જાણો સમગ્ર મામલો

October 09, 2019
 935
રાહુલ ગાંધી આવતી કાલે ગુજરાતની સુરત કોર્ટમાં થશે હાજર, જાણો સમગ્ર મામલો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતના સુરતમાં એક કોર્ટમાં ગુરુવારે અપરાધિક માનહાનીના કેસમાં હાજરી આપવામા આવશે. આ કેસમા તે પોતાનો પક્ષ મુકશે. તેમણે વર્ષ ૨૦૧૯ની લોકસભા ચુંટણી દરમ્યાન કરેલી તમામ ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે તેને લઈને કેસ દાખલ કરવામા આવ્યો છે.

રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને લઈને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મંગળવારે સ્થાનિક નેતાઓ સાથે બેઠક કરી હતી. તેની બાદ તેમણે મીડિયાને જણાવ્યું હતું કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ૧૦ ઓક્ટોબરના રોજ કોર્ટના હાજર રહેશે.જેના પગલે પક્ષના કાર્યકતા તેમનું જોરદાર સ્વાગત કરવાના છે. આ કેસમા મુખ્ય ન્યાયિક મેજીસ્ટ્રેટ બી.એચ.કાપડિયાએ મે મહિનામા રાહુલ ગાંધી વિરુદ્ધ સમન્સ જાહેર કર્યો હતો.

આ કેસ ભાજપના ધારાસભ્ય પુર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ આઈપીસીની કલમ ૪૯૯ અને ૫૦૦ અંતર્ગત કેસ દાખલ કર્યો હતો. તેમણે રાહુલ ગાંધીની ટીપ્પણીથી મોદી સમાજને અપમાનિત કરનારી છે. અદાલતે જુલાઈ માસની તારીખે રાહુલ ગાંધીને હાજર રહેવાની છુટ આપી હતી તેમજ આગામી ૧૦ ઓક્ટોબર તારીખ આપી હતી.

આ દરમ્યાન ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ભાજપની સરકારે બદલાની રાજનીતિ શરૂ કરી છે. તેમજ લોકોને ખોટા કેસમાં ફસાવવાની કામગીરી શરૂ કરી છે. પરંતુ અમે ભાજપના અન્યાય સામે ઝૂકવાના નથી તેમજ કોંગ્રેસનો દરેક કાર્યકર રાહુલ ગાંધી સાથે ખભેથી ખભે મેળવીને ઉભો છે.

Share: