દેશ ની સુરક્ષા માટે રાફેલ અને રાફેલ ની સુરક્ષા માટે લીંબુ મરચા ?? તો પછી ત્રણ ગણા ભાવે રાફેલ ખરીદવા ની શી જરૂર??

October 09, 2019
 361
દેશ ની સુરક્ષા માટે રાફેલ અને રાફેલ ની સુરક્ષા માટે લીંબુ મરચા ?? તો પછી ત્રણ ગણા ભાવે રાફેલ ખરીદવા ની શી જરૂર??

આખરે વિવાદિત મોંઘા ભાવે ખરીદેલું રાફેલ વિમાન ની એક નંગ ની ડિલિવરી નરેન્દ્ર મોદી સરકાર દ્વારા મહારાષ્ટ્ર અને હરિયાણા રાજ્ય વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે લીધી ત્યારે મને તો ડર લાગે છે કે આ એજ રફાલ હશે ને જે તમામ સુવિધા થી સજ્જ હોય કારણ કે હાલ તો રફાલ નું ડેમો સ્ટ્રેશન કોઈના ઉપર થાય જ નહીં.

ગઈ કાલે ફ્રાંસ ખાતે રક્ષા મંત્રી રાજનાથ સિંહે એક પીસ રફાલ ને ભારત દેશ માટે લઈને દશેરા હોવાથી શસ્ત્ર પૂજા કરી અને રફાલ ઉપર કંકુ થી ૐ લખ્યું હતું અને ચોખા ચઢાવી ને નારિયેળ વધેરી ને કંકુ થી અમી છાંટણા કર્યા હતા અને રફાલ સુરક્ષિત રહે તેવી પ્રાર્થના પરંપરા મુજબ કરી હશે ત્યારે ન્યુ ઈંડિયા ની બૂમો મારતી નરેન્દ્ર મોદી સરકાર જૂના જૂના કાયદા હટાવી રહી છે અને નવી નવી પરંપરા લાવી રહી છે ત્યારે આ હાસ્યાસ્પદ રીતે રફાલ ઉપર ૐ લખવું નારિયેળ વધેરવું ચોખા ઉછાળવા આ વિધિ વિદેશ માં કરવી પડે તેથી દુનિયા માં ભારત દેશ ને અંધ શ્રદ્ધા વાળો દેશ જ દુનિયા કહેવાની જ ને?? ત્યારે નવી નવી વિજ્ઞાની લોકો ની ટેકનો લોજી શું કામની?? વિક્રમ ને ચંદ્ર પર મોકલતી વખતે પણ સાધુ ડા ઓ નો જમાવડો થયો હતો અને કદાચ તેમના કંકુ ના અમી છાંટણા ના હિસાબે તો દેશ ને સફળતા નથી મળી ને?? મને આવો વિચાર આવે છે.

ગુજરાત ના દૈનિક સમાચારપત્ર મા પ્રથમ પાના પર મુખ્ય સમાચાર છે કે રફાલ નું આગમન આતંક ના દશાનન નો સફાયો કરશે ત્યારે મન માં મોટો સવાલ થાય એ સ્વાભાવિક છે કે ૧૯૪૭ અને તે પહેલાં થી રફાલ સુધી ખરીદેલા શસ્ત્રો ખોટા હતા માત્ર રફાલ જ આતંક વાદી ઓ નો સફાયો કરશે?? અરે મિડીયા હોય કે રક્ષા મંત્રાલય કે અમેરિકા નું પેન્ટાગોન આતંકીઓ ના હુમલા દરમિયાન તે લોકો આવી ટેકનોલોજી થી ક્યાં ડરે છે?? તેમને તો એકલ દોકલ કે સમૂહ મા જઈને ભીડ જામી હોય ત્યાં જઈને સેંકડો કે હજારો લોકો ને મારવા કે ઘાયલ કરવા મા રસ હોય છે ત્યારે બદલાતી જતી ટેકનોલોજી ના સમય ગાળા મા જ્યારે પુરે પૂરા રફાલ ફ્રાંસ થી બનીને ભારત દેશ મા આવશે ત્યાં સુધી મા તો રફાલ ને ટક્કર આપી શકે તેવું લડાયક વિમાન ચીન કોરિયા કે અમેરિકા બનાવી ચૂક્યા હશે ત્યારે દેશ ની પ્રજા ના ટેક્સ ના રૂપિયા થી આવેલા રફાલ ના રૂપિયા બરબાદ જ થવાના છે ભારત દેશ ને જરૂર છે કે સરહદ પાર થી કે એર પોર્ટ થી કે વિદેશ માંથી કન્ટેનર થી આવતા માલ નું ૧૦૦ ટકા સ્કેનર થાય જેમાં એક ટાંકણી હોય તો પણ દેખાય અને તમામ કન્ટેનર ના સ્કેન કરેલા ફોટા સરકાર મા ભેગા થાય ત્યારે જ દેશ મા થતાં હુમલાઓ બંધ થાય અને ગેર કાયદેસર હથિયારો પણ નહિ આવે મારા આ સૂચન નો અમલ કેન્દ્ર સરકાર અમલ કરે તો સારી વાત છે. જય હો.

- કલ્પેશ ભાટિયા

(આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: