આરએસએસ ની દેશ મા કે વિશ્વ મા સારી સાખ નથી તે અમો ને સલાહ ના આપે

October 09, 2019
 331
આરએસએસ ની દેશ મા કે વિશ્વ મા સારી સાખ નથી તે અમો ને સલાહ ના આપે

આરએસએસ સંસ્થા જેવી સંસ્થાઓ તો ભારત દેશ મા બિલાડીની ટોપ ની જેમ ઉગી નીકળી છે દેશના એક દેશ પ્રેમી નાગરિક તરીકે મે જોયું છે કે આરએસએસ નો કોઈ એવો ઇતિહાસ નથી કે તે દેશના તમામ નાગરિકો ને સંદેશ આપે કે બધા હિંદુઓ એક થાય તો જ વિશ્વ ભારત ને ધ્યાન માં લેશે ત્યારે આવી બકવાસ જેવી સલાહ આરએસએસ ના મોહન ભાગવત ને તેમની પાસે રાખવી જોઈએ તેમને સમજવું જોઈએ કે દેશ ના તમામ નાગરિકો ને હિંદુ હિંદુ કરવાની કોઈ જરૂર નથી તેમને તો એક સારો ગાંધીજી જેવો અહિંસક માણસ બનવું જોઈએ ભલે ને કેટલાય ગોડસે વિચારધારા ધરાવતા લોકો તેને ગોળીઓ મારી ને થાકી જાય આજે દેશમાં ૧૩૦ કરોડ થી વધુ જનતા છે જેમાં અંદાજે ૨૫ કરોડ થી વધુ પરિવારો માત્ર મહાત્મા ગાંધીની વિચાર ધારા થી રહેવા માંગે છે જ પણ દેશ ની કેટલીય બધાજ ધર્મો ની નાલાયક મતલબી ધર્મ ગુરુઓ અને નેતાઓ ની સંસ્થાઓ નાગરિકો ના દિમાગ માં ઝેર ભરી રહી છે તેમને ઉકસાવી રહી છે.

તે લોકો ને સુધરવાની જરૂર છે અને દરેક ધર્મ મા માનતા તમામ નાગરિકો ને આજે પણ પૂરી દુનિયા આદિ અનાદી કાળથી માન ની નજરે જ જોઈ રહી ૧૯૪૭ થી અત્યાર સુધીમાં દેશમાં એક જ એવા મહા મતલબી વડા પ્રધાન છે જેમને કેટલીય વખત પોતાની લીટી મોટી બતાવવા દેશ ને ખોટો ચીતર્યો છે ત્યારે આરએસએસ ના વડા ને આ વડા પ્રધાન ને અને તેમનાં ભક્તો ને સલાહ આપવાની જરૂર છે. આરએસએસ ના મોહન ભાગવત ને આજે પણ કહેવાની જરૂર છે કે મોબ લિચિંગ ને ખરાબ કહી રહ્યા છો તો ૨૦૦૨ મા સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ના ડબ્બાને ગોધરા મા સળગાવ્યા બાદ ગુજરાત મા ભાજપ ના શાસન દરમિયાન આરએસએસ ની ભૂમિકા શું હતી?? તે વિશે જનતા અને વિશ્વ તો જાણે છે પણ તમે તો કહો કે તમારી ભૂમિકા શું હતી?? હું ગૂજરાત નો 65 વર્ષ ની ઉમર નો નાગરિક છું એટલા વર્ષો મા ગુજરાત મા આરએસએસ દ્વારા કરેલા જાહેર હિત મા કરવામાં આવેલા ૪૦/૫૦ સારા કામ કર્યા હોય તો બતાવો. મોહન ભાગવત જી તમારે મોઢે આવી વાતો શોભે નહીં.

- કલ્પેશ ભાટિયા

(આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: