ઝાડ કાપી નાખો. મોર મારો કે માણસ મારો એક બરાબર સરકાર નો કાયદો પણ સરકાર જ તોડે

October 09, 2019
 388
ઝાડ કાપી નાખો. મોર મારો કે માણસ મારો એક બરાબર સરકાર નો કાયદો પણ સરકાર જ તોડે

મુંબઈ ખાતે મેટ્રો ટ્રેન ના યાર્ડ માટે હર્યા ભર્યા લાખો મુંબઈ વાશી ઓ ના આરોગ્ય નું ધ્યાન રાખતા ૨૧૪૧ ઝાડ કાપી ને મહારાષ્ટ્ર સરકારે પોતાના ઇરાદા જાહેર કરી દીધા છે કે જાહેર જનતા માટે જ કાયદાઓ પાળવાના અને તેના અમલ કરવા ના સરકાર ના તો હજારો ગુના ને જનતા એ નજર અંદાઝ કરવાના એને સરકાર તરફ થી ખુલ્લે આમ કાયદા નો ભંગ કરવા મા આવે ત્યારે જાહેર જનતા એ વચ્ચે પડવું નહીં. નહિ તો તેના પર સરકારી કાર્ય વાહી રોકવાના ગુનાહ હેઠળ ઓછામાં ઓછાં ૧૪ દિવસ ની કસ્ટડી એટલે કે જેલ ભેગા થવું પડશે.

68 વર્ષ પહેલાં પૂર્વ વડા પ્રધાન જવાહર લાલ નહેરુ એ મુંબઈ ખાતે જે ઝાડ ને પ્રેમ થી વાવેલા તે માંથી ૨૧૪૧ ઝાડો ને રાત્રિ ના અંધારા માં ચોરી ચૂપકે ચૂપકે કાપી નાખવામાં આવ્યા છે અને આ મામલો જ્યારે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે કાયદાનું ઉલ્લંઘન કરનાર નફ્ફટ ની જેમ કોર્ટ સમક્ષ મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટ ને જણાવી દીધું છે કે જેટલા ઝાડો કાપવાની જરૂરત હતી તેટલા ઝાડ કાપી નાખવામાં આવ્યા છે હવે વધારે કાપવાની જરૂરત નથી. આ ઝાડ કપાય નહિ તે માટે અનેક લોકો કોર્ટો મા ગયા તેમની સરકારે અટકાયત કરી જેલ ભેગા કર્યા પછી પણ સરકારે મન માની કરી ને ૨૧૪૧ ઝાડ કાપી ને કાઈ સારો સંદેશ આપ્યો નથી.

સુપ્રીમ કોર્ટ સમક્ષ જે નિવેદન મહારાષ્ટ્ર રાજ્ય તરફ થી આપવામાં આવ્યું છે તેવું જ નિવેદન યુવતી નું શોષણ કરનાર ચીનમ્યા નંદ નામના લંપટ સાધુ એ આપ્યું હતું કે મારા કર્મો બદલ મને પસ્તાવો થાય છે આ નફ્ફટ લોકો ના નિવેદનો હોય છે મહારાષ્ટ્ર ની સત્તા ધારી પાર્ટી શિવ સેના પણ મુંબઈ ની જનતા ને ગુમરાહ કરી રહી છે કે અમારી સરકાર બનશે તો ઝાડ કાપી નાખનાર ને સજા કરવામાં આવશે. હવે 21 તારીખે થનાર વિધાનસભા ચૂંટણી ના મતદાન સમયે મુંબઈ અને મહારાષ્ટ્ર ની જનતા ભાજપ અને શિવ સેના ના ઉમેદવારો ને મત કેટલા આપે છે તે જોવું રહ્યું છે પરિણામ સમય ખબર પડશે કે ૨૧૪૧ જેટલા ઝાડ સરકાર દ્વારા કાપવામાં આવ્યા બાદ જનતા એ કેટલો ગુસ્સો કે પ્રેમ ભાજપ અને શિવસેના ની ગઠ બંધન વાળી સરકાર ને કર્યો છે??

- કલ્પેશ ભાટિયા

(આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: