ભારતમાં કોરોનાવાયરસ : છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસ ૭૪,૪૪૨ નોંધાયા

October 05, 2020
 2388
ભારતમાં કોરોનાવાયરસ : છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસ ૭૪,૪૪૨ નોંધાયા

દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન છેલ્લા ૨૪ કલાકની અંદર કોવિડ-૧૯ ના ૭૪,૪૪૨ નવા કેસ નોધાયા છે. રવિવારની તુલનામાં નવા કેસોમાં સામાન્ય ગિરાવટ આવી છે. જ્યારે ૯૩૩ લોકોનું વાયરસના કારણે મૃત્યુ થયું છે. આ માહિતી કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે આપી છે.

દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૬૬ લાખને પાર પહોંચી ગઈ છે. દેશમાં વર્તમાન કોવિડ-૧૯ ના કુલ કેસ ૬૬,૨૩,૮૧૬ છે. તેમાં સક્રિય કેસની સંખ્યા ૯,૩૪,૪૨૭ છે જ્યારે ૫૫,૮૬,૭૦૪ દર્દીઓ ઠીક થઈ ગયા છે અથવા તેમને હોસ્પિટલથી રજા આપવામાં આવી છે અથવા તે દેશ છોડી ચાલ્યા ગયા છે. આ સિવાય વાયરસના કારણે કુલ ૧,૦૨,૬૮૫ દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

જ્યારે સામે આવેલા કોરોનાના નવા કેસ અને મોતના આંકડામાં રવિવારની સરખામણીમાં સામન્ય ઘટાડો જોવા મળ્યો છે. રવિવારે ૭૫,૮૨૯ નવા ક્ષ નોંધાયા છે. જ્યારે વાયરસના કારણે ૯૪૦ દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

Share: