કાશ્મીર મુદ્દે ચીનના નિવેદનને લઈને કોંગ્રેસે કર્યો મોદી સરકાર પ્રહાર

October 27, 2019
 2712
કાશ્મીર મુદ્દે  ચીનના નિવેદનને લઈને કોંગ્રેસે કર્યો મોદી સરકાર પ્રહાર

કાશ્મીર પર ચીનના નિવેદનને લઈને કોંગ્રેસે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીએ ટ્વીટ કરીને કહ્યું છે કે જે રીતે ચીને કાશ્મીર મુદ્દે વાત કરી છે તે રીતે ભારત હોંગકોંગમાં થઈ રહેલા પ્રદર્શન અને શીજીયાંગમા માનવ અધિકારોના ભંગનો મુદ્દો કેમ નથી ઉઠાવતો. તિવારીએ કહ્યું કે આ ઉપરાંત તિબ્બતના લોકોનો અવાજ પણ દબાવવામા આવી રહ્યો છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે ભારતે કહેવું જોઈએ કે દક્ષિણી ચીન સમુદ્ર પણ પોતાની નજર બનાવી રાખી છે.

બુધવારે ચીનની સરકારી એજન્સીઓએ કહ્યું કે ચીન જમ્મુ કાશ્મીરની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને બંને દેશોએ વાતચીત કરીને આ મામલો ઉકેલવો જોઈએ. તેમ પણ કહેવામા આવ્યું છે કે ચીન પોતાના મિત્ર પાકિસ્તાન સાથે ઉભો રહેશે અને તેમના હિતોની રક્ષા માટે મદદ કરશે. ચીને એમ પણ કહ્યું છે કે પાકિસ્તાન સાથે તેની દોસ્તી પહાડ જેટલી મજબુત છે. પરંતુ ભારતે આ અંગે કડક ભાષામાં વિરોધ વ્યક્ત કર્યો અને કહ્યું કે ચીન ભારતના આંતરિક મામલામા દખલ ના કરે.

ભારતના વિદેશ વિભાગના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે ' અમે શી અને ખાનની મીટીંગની અહેવાલ સાંભળ્યો છે. જેમાં કાશ્મીર મુદ્દા પર વાતચીત કરવા માટે કહેવામા આવ્યું . ભારત હંમેશા એ માની રહ્યું છે કે જમ્મુ કાશ્મીર તેનું અભિન્ન અંગ છે. ચીનને આ સ્થિતિ અંગે સંપૂર્ણ જાણકારી છે. બીજા દેશોએ ભારતના આંતરિક મામલા અંગે ના બોલવું જોઈએ.

૫ ઓગસ્ટના રોજ ભારતે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટીકલ ૩૭૦ને નાબુદ કરી હતી. જેને લઈને ચીને વિરોધ દર્શાવ્યો હતો. જમ્મુ કાશ્મીર પર પોતાની નીતિમાં બદલાવ લાવતા તેણે પાકિસ્તાનનો સાથ આપ્યો હતો. તેમજ યુએન ભારત વિરોધી પ્રસ્તાવ પણ લાવ્યું હતું. પરંતુ ચીન ઉંધા માથે પડ્યું હતું.

Share: