આ અનોખી ભાષા, જેને આખી દુનિયામાં એકમાત્ર બોલે છે આ મહિલા

October 05, 2020
 436
આ અનોખી ભાષા, જેને આખી દુનિયામાં એકમાત્ર બોલે છે આ મહિલા

વિશ્વભરમાં લગભગ ૬,૯૦૦ થી વધુ ભાષાઓ બોલાય છે. આમાંની ઘણી ભાષાઓ એવી છે જે હજારો વર્ષ જૂની છે. જયારે, ઘણી ભાષાઓ એવી છે જેનું અસ્તિત્વ ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થવાનું છે. કારણ કે આ ભાષાઓને બોલના ભાગ્યે જ એક હજાર લોકો બચ્યા છે. આવી જ એક ભાષા છે યધાન. આર્જેન્ટિનાના ટાપુની આ મૂળ ભાષા હવે લગભગ ગાયબ થઇ ગઈ છે.

યધાન ભાષા વિશે આશ્ચર્યજનક વાત એ છે કે આ ભાષા બોલે છે તે જ એક વ્યક્તિ જીવંત છે, જે એક સ્ત્રી છે. જણાવી દઈએ કે યધાન ભાષાને આર્જેન્ટિના અને ચિલી વચ્ચે સ્થાયી થયેલા ટિએરા ડેલ ફ્યુગો નામના ટાપુ પર રહેતા આદિવાસી લોકો બોલતાં હતા. આ ભાષા સંસ્કૃત જેવી જ માનવામાં આવે છે. જો કે, તે હવે તેને બોલનાર એકમાત્ર વૃદ્ધ મહિલા છે.

જે બોલનાર મહિલાનું નામ ક્રિસ્ટીના કાલ્ડેરોન છે. ક્રિસ્ટિનાને સ્થાનિક લોકો અબુઈલા કહે છે. અબુઈલા એક સ્પેનિશ શબ્દ છે, જેનો અર્થ દાદી થાય છે. ક્રિસ્ટીનાના બાકીના પરિવારના સભ્યો સ્પેનિશ અથવા અંગ્રેજી જેવી ભાષાઓ બોલે છે. જો કે, પરિવારના ઘણા સભ્યો ભાષાને સમજે છે, પરંતુ તે બોલવામાં અસમર્થ છે.

યધાન ભાષાનું અસ્તિત્વ જાળવવા માટે ક્રિસ્ટિનાને ઘણી વખત સન્માનિત પણ કરવામાં આવ્યા છે. ૨૦૦૯ માં, ચિલીની સરકારે તેમને લિવિંગ હ્યુમન ટ્રેઝરનું બિરુદ આપ્યું. આ પદવી તે લોકોને આપવામાં આવે છે જેમણે સંસ્કૃતિને બચાવવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવી હોય છે.

તમને જણાવી દઇએ કે યધાન માત્ર ભાષા જ નહીં, પરંતુ એક બંજરા સમુદાયનું નામ હતું, જે દક્ષિણ અમેરિકાથી ચીલી અને આર્જેન્ટિના સુધી પહોંચી આવ્યું. પોર્ટુગીઝોએ સૌ પ્રથમ વર્ષ ૧૫૨૦ માં આ કુળની શોધ કરી હતી. આજ ના સમયમાં ક્રિસ્ટીના યધાન ભાષાને સરકારી સહાયથી જીવંત રાખવા માટે અભિયાન ચલાવી રહી છે. ક્રિસ્ટીના આર્જેન્ટિનાની શાળાઓમાં નાના બાળકોને આ ભાષા શીખવવાનું કામ કરે છે.

Share: