રાહુલ ગાંધી દેશમાં અને વિશ્વ મા સારા નેતા તરીકે નામ કમાશે

October 06, 2020
 2650
રાહુલ ગાંધી દેશમાં અને વિશ્વ મા સારા નેતા તરીકે નામ કમાશે

આજે મહાત્મા ગાંધી જી ને અમુક નેતાઓ દેખાવ કરવા ખાતર યાદ કરશે જેમાં દેશમાં આરએસએસ અને ભાજપ ના નેતાઓ ને તો મહાત્મા ગાંધી નું ખૂન કરવા વાળા નાથુરામ ગોડસે ની પૂજા કરતા ઘણી વખત દેશ અને દુનિયા એ જોયા જ છે પણ હજી સુધી ભારત સહિત અડધી દુનિયા ના લોકો મહાત્મા ગાંધીને જ પસંદ કરે છે અને તેમની સરખામણીમાં વિશ્વ મા ઘણા સારા નેતાઓ પણ જાહેર મા કબૂલી ચૂક્યા છે કે અમે મહાત્મા ગાંધી જી ની બરાબરી કરવાનું વિચારી પણ ન શકીએ ત્યારે ભારત દેશ ના આજના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તો નાથુરામ ગોડસે ની સરખામણી કરવા માટે યોગ્ય વ્યક્તિ કહેવાય આ બન્ને ની એક જેવી વિચાર ધારા કહી શકાય ખરી તેવા કામો બન્ને લોકો કરી રહ્યા અને કરી ચૂક્યા છે.

નાથુરામ ગોડસે ની ગાંધીજી નું ખૂન કરવા ની એક વાત જ જનતા સમક્ષ આવી હતી બીજી ઘણી વાતો ની જનતા ને ક્યાંથી ખબર હોય કારણ કે પ્રિન્ટ મીડિયા પણ આજના જેટલું સક્ષમ નહોતું અને આજની તારીખે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયા પાસે ડિજિટલ ટેકનોલોજી છે સાથે સાથે સમગ્ર વિશ્વમાં ૬૦/૮૦ ટકા જેટલા લોકો પાસે હરતું ફરતું કોમ્પ્યુટર અને કેમેરો એટલે કે એન્ડ્રોઇડ મોબાઈલ છે તમામ નાગરિકો અને રાજનેતાઓ પર મિડીયા અને આમ આદમી ની ચકોર નજર હોય છે ત્યારે અરીસા ની જેમ સાફ દેખાય છે કે કોણ અને ક્યાં નેતા ક્યાં જાય છે કોને મળે છે તેના ચિત્ર વિચિત્ર શોખ અને આદતો કેવી છે. પણ ભારત દેશ ની મિડીયા અને આમ આદમી ની મજબૂરી અને દિલ માં રહેલો આ શાસકો નો ડર એટલો બધો છે કે જાણે અજાણે એવી ખાસ વાત જાણવા છતાં પણ જાહેર કરવા માટે તેના માથે મોત નો કે જેલ ભેગા થવાનો ડર લાગે છે. ત્યારે દેશમાં ઘણા સારા લોકો રાજકારણ મા જાહેર જીવન માં સમાજ સેવા કરી રહ્યા છે.

કોક નાલાયક ઘમંડી લોકો ની વચ્ચે સારા નેતાઓ મા હુ આજે રાહુલ ગાંધી નું નામ લઈ ને લખી રહ્યો છું કે ભારત દેશ મા કોઈ ની ખોટી ટીકા કરવા વાળી ના લાયક રાજકીય જુઠ્ઠી પાર્ટી હોય તો તે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ અને અંધ ભકતો છે. એક સમજી વિચારીને બનાવેલા પ્લાન મુજબ શરૂઆત થી જ પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી ના પુત્ર રાહુલ ગાંધી ને અપરિપકવ અને હાસ્યાસ્પદ તરીકે જનતા મા બતાવી ને ભાજપ ના નેતાઓ એ ભોળી ભાળી જનતા ના દિમાગ પર રાહુલ ગાંધી માટે સારી છબી નહોતી બનાવી. પણ આ ગંદી રાજનીતિ આવનાર સમયમાં ભાજપ ને કાયમ માટે યાદ કરાવશે કે રાહુલ ગાંધી માટે પહેલે થી કરેલી ખોટી ટીકા બાદ કાયમ માટે તેમની વિરુદ્ધ બોલવા નું બંદ થઈ જશે.

પાછલા ૬/૭ વર્ષો થી રાહુલ ગાંધી દ્વારા સંસદ મા કે જાહેર ભાષણો મા કરેલા ભાજપ ની રાજ્ય કે કેન્દ્ર સરકાર માટે કરેલા આરોપો કે આક્ષેપો મા ૧૦૦ ટકા સચ્ચાઈ જોવા મળે છે. અને તે પણ નરેન્દ્ર મોદી કે અન્ય ભાજપ ના અમુક નાલાયક નેતાઓ કે ભકતો ની ભાષા માં નહિ પણ શાંતિ થી પૂરેપૂરા રાજકીય પદ ની મર્યાદા જાળવી ને કરવામાં આવેલા વિરોધ થી સારા સત્તાધીશો કે દેશમાં બુદ્ધિજીવી લોકો ઓળઘોળ થઈ ગયા છે. તેમની સાદગી. તેમની નાના નાના બાળકો મહિલાઓ કે સિનિયર સિટીઝન લોકો આમ જનતા સાથે કરેલી વાતચીત ની સ્ટાઈલ થી દેશમાં તમામ વર્ગો મા તેમના પ્રત્યે આદર પ્રેમ વધી રહ્યા છે અને આવનાર સમયમાં ભારત દેશ માટે એક પ્રમાણિક અને સાચી હકીકત કહેવા વાળા નેતા તરીકે જનતા તેમને જોઈ રહી છે ભાજપ આરએસએસ દ્વારા પહેલે થી રાહુલ ગાંધી ની જે ટીકા કરવા મા આવી હતી તે ૧૦૦ ટકા ખોટી હતી તે દેશ ની જનતા સમજવા માંડી છે

ભાજપ ના અમુક સારા નેતાઓ પણ અંદર ખાને ગુસ પુસ કરી રહ્યા છે કે નરેન્દ્ર મોદીની નેતા ગિરિ સામે અમારે અપમાન ભર્યા ઘૂંટડા જ ગળવા પડે છે અને રાહુલ ગાંધી જ્યારે દેશમાં વડા પ્રધાન ના પદ પર હશે ત્યારે તેમના હાથ નીચે કામ કરવા વાળા તમામ નેતાઓ અમારી જેમ અપમાનિત નહિ થાય. એટલે આવનાર સમયમાં પણ એવું થઈ શકે છે દેશમાં એકાએક એવો રાજકીય બદલાવ વાળો પવન ફૂંકાશે કે રાહુલ ગાંધી જ જનતા ના નેતા અને દેશ ની ૬૦/૭૦ ટકા જેટલી રાજકીય પાર્ટી ઓ ના નેતા તરીકે આદર પ્રેમ થી જોવાશે તેમનો એવો રાજકીય સમય આવશે કે તેમના પિતા અને પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી જેટલી કે ૨/૪ જેટલી વધુ લોકસભા સીટો પર કોંગ્રેસ પાર્ટી નો અને સાથી પક્ષો નો ભવ્ય વિજય થશે. આજનો દિવસ અને ટાઈમ મને યાદ છે જનતા પણ મારી લખેલી એક એક અક્ષર ની વાત યાદ રાખે.. જય હો.. જય હો કોંગ્રેસ

- કલ્પેશ ભાટિયા

(આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: