૫૦૦ રૂપિયાથી ઓછામાં વર્ક ફ્રોમ હોમ માટે બેસ્ટ છે આ પ્રીપેડ પ્લાન્સ
By:
vg.amit
October 06, 2020
460
Previous
Next
1. વર્ક ફ્રોમ હોમ માટે બેસ્ટ છે આ પ્રીપેડ પ્લાન્સ
વર્ક ફ્રોમ હોમના કારણે મોટા ભાગે યુઝર્સ વધુ ડેટા ઓફર કરનારા પ્લાન્સને જ પસંદ કરી રહ્યા છે. આ વાત પર ધ્યાન આપતા કંપનીઓ પણ વધુ ડેટા બેનીફીટ્સ આપનારા ઘણા પ્લાન્સને આ દિવસોમાં ઉપલબ્ધ કરી રહી છે. આવો જાણીએ, એરટેલ, વોડાફોન આઈડિયા, રિલાયન્સ જિયો અને બીએસએનએલના તે બધા પ્લાન્સ વિશેમાં જેમાં વધુ ડેટા યુઝર્સને મળી રહ્યો છે.
2. વોડાફોન-આઈડિયાનો ૩૫૧ રૂપિયા વાળો પ્લાન
આ પ્લાનમાં યુઝર્સને ૧૦૦ જીબી ડેટા મળે છે અને તેને ૫૬ દિવસની વેલીડીટી સાથે લાવવામાં આવ્યો છે. વર્ક ફ્રોમ હોમ માટે તેને બેસ્ટ પ્લાન માનવામાં આવી રહ્યો છે. પરંતુ આ પ્લાનમાં અનલીમીટેડ કોલિંગ અને અન્ય બેનીફીટ્સના ફાયદા મળશે નહીં.
3. એરટેલનો ૪૦૧ રૂપિયા વાળો પ્લાન
એરટેલે પોતાના ૪૦૧ રૂપિયા વાળા પ્લાનને ૨૮ દિવસની વેલીડીટી સાથે ઉપલબ્ધ કર્યો છે જેમાં ૩૦ જીબી ડેટા મળે છે. તેમાં એક વર્ષ માટે ડીઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપીનું પણ ફ્રી સબ્સક્રિપ્શન યુઝર્સ પણ મળે છે.
4. જિયોનો ૪૯૯ રૂપિયા વાળો પ્લાન
જિયોએ પોતાના ૪૯૯ રૂપિયા વાળા પ્લાનને ક્રિકેટ પેક કેટેગરી તરીકે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. તેમાં યુઝર્સને દરરોજ ૧.૫ જીબી ડેટા મળે છે. આ આધારે ૫૬ દિવસની વેલીડીટી વાળા આ પ્લાનમાં કુલ મળીને ૮૪ જીબી ડેટા થઈ જાય છે. આ પ્લાનમાં જિયોનું ફ્રી સબ્સક્રિપ્શનની સાથે એક વર્ષ માટે ડીઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપીનું પણ ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
5. બીએસએનએલનો ૨૫૧ રૂપિયા વાળો પ્લાન
બીએસએનએલના આ પ્લાનને ૩૦ દિવસની વેલીડીટી સાથે લાવવામાં આવ્યો છે જેમાં ૭૦ જીબી ડેટા મળે છે. ધ્યાનમાં રહે કે, આ પ્લાનમાં કોલિંગ અથવા ઓટીટી બેનીફીટ્સ ઓફર આપવામાં આવી રહી નથી. કંપનીએ આ પ્લાનને પોતાના મોટા ભાગના સર્કલ્સમાં ઉપલબ્ધ કરાવી દીધો છે.