ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા પહોંચી ૬૬ લાખ ૮૫ હજારને પાર

October 06, 2020
 2807
ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા પહોંચી ૬૬ લાખ ૮૫ હજારને પાર

દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૬૬ લાખ ૮૫ હજારને પાર પહોંચી ચૂકી છે. આ દરમિયાન છેલ્લા ૨૪ કલાકની અંદર કોવિડ-૧૯ ના ૬૧,૨૬૭ નવા કેસ નોધાયા છે. જ્યારે ૮૮૪ દર્દિઓના મોત નીપજ્યાં હતા. આ સતત ત્રીજો દિવસ હતો જ્યારે ચેપથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા એક હજાર કરતા ઓછી છે. અત્યાર સુધી ૧ લાખ ૩ હજાર ૫૬૯ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. સોમવારે ૭૫ હજાર ૬૭૫ દર્દીઓને સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં ૫૬ લાખ ૬૨ હજાર ૪૯૧ લોકો ઠીક થઈ ગયા છે.

છેલ્લા ૨૬ દિવસમાં, એક્ટીવ કેસ સૌથી નીચલા સ્તર પર આવી ગયા છે. ૧૦.૧૭ લાખથી વધીને ૯.૧૯ લાખ પાર પહોંચી ગયા છે. દેશમાં હજુ પણ ૯ લાખ ૧૯ હજાર ૦૨૩ દર્દીઓ એવા છે, જેની સારવાર ચાલી રહી છે.

આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા એક મહિનામાં એટલે કે ૪ સપ્ટેમ્બરથી ૪ ઓક્ટોબર સુધીમાં દેશમાં ૨૮.૭૭ લાખથી વધુ નવા કેસ વધી ગયા છે. ૨૭.૯૧ લાકથી વધુ લોકો સ્વસ્થ થયા અને તેમના ઘરે ગયા, જ્યારે ૩૭ હજાર ૬૮૭ દર્દીઓ મૃત્યુ પામ્યા. છે. આ રીતે, રિકવર દર્દીઓની સંખ્યા વધુ હોવાના કારણે એક્ટીવ કેસ એટલે કે હાલમાં જે દર્દીઓની સારવાર ચાલી રહી છે, તેમાં વધારો થવાને બદલે ઘટવાનું શરુ થયું છે. એક મહિનામાં ૮૮ હજાર ૫૬૬ એક્ટીવ કેસ ઓછા થયા છે.

Share: