આખિર કેમ, વકીલો કાળો કોટ અને સફેદ શર્ટ પહેરે છે? જાણો... તેની પાછળનું કારણ

October 06, 2020
 878
આખિર કેમ, વકીલો કાળો કોટ અને સફેદ શર્ટ પહેરે છે? જાણો... તેની પાછળનું કારણ

વાત વાસ્તવિક જીવનની હોય કે ફિલ્મોની, તમે વકીલોને હંમેશા કાળા કોટ અને સફેદ શર્ટમાં જ જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વકીલો કાળા સિવાય અન્ય રંગના કોટ કેમ નથી પહેરતા? તમને જણાવી દઇએ કે વકીલો દ્વારા પહેરેલો કાળો કોટ એ કોઈ ફેશન નથી, પરંતુ તેની પાછળ એક ઐતિહાસિક કારણ પણ છે. તો ચાલો જાણીએ તેના વિશે વિગતવાર ...

જણાવી દઈએ કે વકીલાતની શરૂઆત વર્ષ ૧૩૨૭ માં એડવોર્ડ ત્રીજાએ કરી હતી. તે સમયે ન્યાયાધીશોના પોશાકો ડ્રેસ કોડના આધારે તૈયાર કરવામાં આવ્યા હતા. ન્યાયાધીશે તેના માથા પર રુવાંટીવાળું વિગ પહેરતાં હતાં. વકીલાતના પ્રારંભિક સમયગાળામાં વકીલોને ચાર ભાગોમાં વહેંચવામાં આવ્યા હતા જે આ મુજબ હતા- વિદ્યાર્થી, અરજદાર (વકીલ), બેંચર અને બેરિસ્ટર. તે બધા જજનું સ્વાગત કરતા હતા.

શરૂઆતના સમયમાં અદાલતમાં ગોલ્ડન રેડ ડ્રેસ અને બ્રાઉન રંગથી બનાવેલ ગાઉન પહેરવામાં આવતા હતા. તે પછી, વર્ષ ૧૬૩૭ માં, વકીલોના પોશાકો માં બદલાવ આવ્યો અને આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે કાઉન્સિલે જાહેર જનતા મુજબ કપડાં પહેરવા જોઈએ. ત્યારબાદ વકીલોએ લાંબા ગાઉન પહેરવાનું શરૂ કર્યું. એવું માનવામાં આવે છે કે આ પોષાકમાં ન્યાયાધીશો અને વકીલોને અન્ય વ્યક્તિઓથી અલગ પાડે છે.

વર્ષ ૧૬૯૪ માં બ્રિટનની મહારાણી મેરીનું શીતળાના કારણે મૃત્યુ થયું હતું, ત્યારબાદ તેના પતિ રાજા વિલિયમ્સે તમામ ન્યાયાધીશો અને વકીલોને જાહેરમાં શોક આપવા માટે કાળા ગાઉનમાં એકઠા થવા આદેશ આપ્યો હતો. આ હુકમનો ક્યારેય રદ્દ કરવામાં આવ્યો નથી, જેના પછી આજ સુધી આ પ્રથા ચાલતી આવી રહી છે કે વકીલો કાળા ગાઉન પહેરે છે.

જો કે, આજના સમયમાં કાળો કોટ વકીલોની ઓળખ બની ગયો છે. કાયદા ૧૯૬૧ એ હેઠળ અદાલતોમાં સફેદ બેન્ડ ટાઇ સાથે કાળા કોટ પહેરવાનું ફરજિયાત બનાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે આ કાળો કોટ અને સફેદ શર્ટ વકીલોમાં શિસ્ત લાવે છે અને તેમનામાં ન્યાય પ્રત્યે આત્મવિશ્વાસ પેદા કરાવે છે.

Share: