ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઇન્ડિયા રમશે ડે-નાઈટ ટેસ્ટ મેચ, આ તારીખે ઓસ્ટ્રેલિયા જશે

October 07, 2020
 205
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઇન્ડિયા રમશે ડે-નાઈટ ટેસ્ટ મેચ, આ તારીખે ઓસ્ટ્રેલિયા જશે

દુનિયાભરમાં કોરોનાના વાયરસના વધતા ચેપના કારણે ક્રિકેટનું આયોજન કરવું ઘણું મુશ્કેલ જોવા મળી રહ્યું છે. આ દિવસોમાં ચાહકો વગર આઈપીએલની મેચ રમાઈ રહી છે. આ દરમિયાન સારા સમાચાર આવ્યા છે કે, કોરોના સંકટ વચ્ચે ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ આ વર્ષે ૨૬ નવેમ્બરથી થશે. ખાસ વાત એ છે કે, બંને દેશોની વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ મેચ ડે-નાઈટ હશે. આ મેચ એડીલેડમાં રમાશે. આ પ્રવાસ પર વનડે અને ટી-૨૦ ની પણ ૩-૩ મેચ રમાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પ્રવાસનો કાર્યક્રમ તૈયાર કરી લીધો છે. પરંતુ તેમ છતાં ઓસ્ટ્રેલીયન બોર્ડ સરકારથી ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહ્યું છે.

ક્રિકેટની વેબસાઈટ ક્રિકઇન્ફોના મુજબ ૧૦ નવેમ્બરના આઈપીએલ સમાપ્ત થતા જ ભારતીય ટીમ યુએઈથી સીધી બ્રિસ્બેન પહોંચશે. સૂચિત કાર્યક્રમ મુજબ, ૨૫-૩૦ નવેમ્બરના વચ્ચે વનડે સીરીઝ રમાશે. ૪ થી ૮ ડીસેમ્બરની વચ્ચે ટી-૨૦ મેચ રમાશે. ત્યાર બાદ ભારતીય ટીમ પિંક બોલ વોર્મ-અપ મેચ રમશે અને પછી વિરાટ કોહલીની ટીમ પ્રથમ વખત વિદેશમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ રમશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બીસીસીઆઈએ પણ આ પ્રવાસના કાર્યક્રમ પર સહમત છે.

પ્રથમ ટેસ્ટ મેચ એડીલેડમાં ૧૭-૨૧ ડીસેમ્બરથી રમાશે. બીજી બોક્સિંગ ડે ટેસ્ટ મેચ મેલબોર્નમાં ૨૬ થી ૩૦ ડીસેમ્બર દરમિયાન યોજાશે. જ્યારે ત્રીજી ટેસ્ટ મેચ નવા વર્ષે એટલે કે ૭ જાન્યુઆરીના સિડનીમાં રમાશે. ઓસ્ટ્રેલિયામાં વિદેશથી આવતા લોકોને ૧૪ દિવસ હોમ કોરેન્ટાઈનમાં રાખવામાં આવે છે. એવામાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સરકારથી કોરેન્ટાઈન દરમિયાન પ્રેક્ટીસ માટે પરવાનગી માંગવાની તૈયારી કરી રહ્યું છે.

ભારતે છેલ્લી વખત ૨૦૧૮ માં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાને પ્રથમ વખત ટેસ્ટ સીરીઝમાં અહીં જીત મળી હતી. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ૨-૧ થી હરાવી દીધું હતું. ભારતને મેલબોર્ન અને એડિલેડમાં જીત મળી હતી. આ અગાઉ ભારતને પહેલા ક્યારેય પણ ટેસ્ટ સીરીઝમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર જીત મળી નહોતી.

Share: