એરટેલના પાંચ બેસ્ટ પ્રી-પેડ પ્લાન જેમાં દરરોજ મળે છે ૨ જીબી ડેટા

October 07, 2020
 496
એરટેલના પાંચ બેસ્ટ પ્રી-પેડ પ્લાન જેમાં દરરોજ મળે છે ૨ જીબી ડેટા

ઈન્ટરનેટ આજે આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. જેમની પાસે સ્માર્ટફોન છે, તે ભાગ્યે જ મોબાઈલ ડેટા વિના રહેતા હશે. રિલાયન્સ જિયો, વોડાફોન આઈડિયા અને એરટેલ જેવી વિવિધ કંપનીઓ તેમના ગ્રાહકોને ઘણા મોબાઈલ ડેટા પ્લાન આપી રહી છે, પરંતુ ઘણી વખત આપણને ખબર નથી હોતી કે આપણા માટે સૌથી સારો ડેટા પ્લાન કયો છે. આજે, અમે આ રિપોર્ટમાં તમને એરટેલના પાંચ એવા પ્રી-પેડ પ્લાન વિશેમાં જણાવીશું જેમાં દરરોજ ૨ જીબી ડેટા મળે છે.

એરટેલનો ૧૪૯ રૂપિયા વાળો પ્લાન

એરટેલનો સૌથી સસ્તો દરરોજ ૨ જીબી ડેટા પ્લાનની કિંમત ૧૪૯ રૂપિયા છે. આ પ્લાનમાં તમને ૨૮ દિવસ સુધી દરરોજ ૨ જીબી ડેટા, અનલીમીટેડ લોકલ અને નેશનલ કોલિંગ સાથે ૩૦૦ એસએમએસ પણ ફ્રી મળે છે.

એરટેલનો ૧૭૯ રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં તમને ૨૮ દિવસ સુધી દરરોજ ૨ જીબી ડેટા, અનલીમીટેડ લોકલ અને નેશનલ કોલિંગની સાથે ૩૦૦ એસએમએસ પણ ફ્રી મળે છે, તેમ છતાં આ પ્લાનમાં તમને બે લાખ રૂપિયાનો જીવન વીમા પણ મળે છે.

એરટેલનો ૨૯૮ રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં તમને ૨૮ દિવસ દરરોજ ૨ જીબી ડેટા, અનલીમીટેડ લોકલ અને નેશનલ કોલિંગની સાથે દરરોજ ૧૦૦ એસએમએસ પણ ફ્રી મળે છે, તેમ છતાં આ પ્લાનમાં તમને જીવન વીમો મળશે નહીં, પરંતુ શો એકેડમીમાં એક વર્ષ માટે ઓનલાઈન કોર્સ કરવાની સુવિધા મળે છે. તેના સિવાય એરટેલ એક્સસ્ટ્રીમ એપનો એક્સેસ મળે છે.

એરટેલનો ૪૪૯ રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં તમને ૫૬ દિવસ સુધી દરરોજ ૨ જીબી ડેટા, અનલીમીટેડ લોકલ અને નેશનલ કોલિંગની સાથે દરરોજ ૧૦૦ એસએમએસ પણ ફ્રી મળે છે, તેમ છતાં આ પ્લાનમાં તમને જીવન વીમો મળતો નથી, પરંતુ શો એકેડમીમાં એક વર્ષ માટે ઓનલાઈન કોર્સ કરવાની સુવિધા મળે છે. તેના સિવાય એરટેલ એક્સસ્ટ્રીમ એપનો એક્સેસ મળે છે.

એરટેલનો ૫૯૯ રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં તમને ૫૬ દિવસ સુધી દરરોજ ૨ જીબી ડેટા, અનલીમીટેડ લોકલ અને નેશનલ કોલિંગ સાથે દરરોજ ૧૦૦ એસએમએસ પણ ફ્રી મળે છે, તેમ છતાં આ પ્લાનમાં તમને જીવન વીમો મળતો નથી, પરંતુ શો એકેડમીમાં એક વર્ષ માટે ઓનલાઇન કોર્સ કરવાની સુવિધા મળે છે. તેના સિવાય એરટેલ એક્સસ્ટ્રીમ એપનો એક્સેસ મળે છે. તેની સાથે એક વર્ષ માટે ડીઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપીનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.

Share: