અહીંયા એક રાત્રિ માટે થાય છે કિન્નરોના લગ્ન, બીજા દિવસે થઇ જાય છે વિધવા, જાણો... પૂરું સત્ય

October 08, 2020
 425
અહીંયા એક રાત્રિ માટે થાય છે કિન્નરોના લગ્ન, બીજા દિવસે થઇ જાય છે વિધવા, જાણો... પૂરું સત્ય

કિન્નરોની દુનિયા રહસ્યમય હોય છે, તેનાથી સંબંધિત કેટલાક રહસ્યો દુનિયા સામે ક્યારેય આવતા નથી. કિન્નરો તેમના રહસ્યો ક્યારેય જાહેર કરતા નથી. ઘણા ઓછા લોકો જાણે છે કે કિન્નરો પણ લગ્ન કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમના લગ્ન ફક્ત એક જ માટે હોય છે. ચોંકાવનારી વાત એ છે કે કિન્નરો બીજા કોઈની સાથે નહિ પરંતુ તેમના ભગવાન સાથે લગ્ન કરે છે. કિન્નરોના ભગવાન અર્જુન અને નાગ કન્યા ઉલૂપીનો પુત્ર ઈરાવન જ છે, જેને લોકો અરાવનના નામે આજે પણ ઓળખે છે

પૌરાણિક કથા અનુસાર, કિન્નરોને એક અલગ અને દિવ્ય સ્થાન આપવામાં આવ્યું છે. જ્યાં બધાના રિવાજો જુદા જુદા હોય છે, જયારે કિન્નરોના રીતિ રિવાજો એકદમ અલગ અને જુદા હોય છે. આવો જ એક રિવાજ તામિલનાડુના એક ગામમાં છે જ્યાં આજે પણ આ પ્રકારનો તહેવાર ઉજવવામાં આવે છે. જેમાં તમામ કિન્નરો ભાગ લે છે. તમિળનાડુના વિલીપુરમના કુવાગામ ગામમાં ભગવાન આરવન માટે એક વિશેષ ઉત્સવ હોય છે, જ્યાં બધાં કિન્નરો તેમની સાથે લગ્ન કરે છે અને બીજા દિવસે જ વિધવા થઇ જાય છે.

લગ્નના બીજા જ દિવસથી, ઇરાવનની મૂર્તિને સમગ્ર શહેરમાં ફેરવવામાં આવે છે. ત્યારબાદ મૂર્તિને તોડી દેવામાં આવે છે. આ સાથે, કિન્નર તેનો તમામ મેકઅપ ઉતારીને વિધવાની જેમ શોક કરવા લાગે છે. હવે અમે તમને તેની પાછળના રહસ્ય વિશે પણ જણાવી દઈએ. મહાભારતના યુદ્ધ દરમિયાન પાંડવોમાં માતા કાલીની પૂજા કરવામાં આવતી હતી અને આ પૂજામાં એક રાજકુમારનો ભોગ આપવાનો હતો. આ કામ માટે કોઈ પણ રાજકુમાર આગળ આવ્યો નહીં. ઇરાવન સામેથી આવ્યો અને કહ્યું કે હું આ કામ માટે તૈયાર છું. ઇરાવને આ કામ માટે એક શરત પણ મૂકી હતી કે તે લગ્ન કર્યા વિના બલિદાન આપશે નહીં.

પાંડવો માટે એક ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થઈ હતી કે ખાલી એક દિવસ માટે કઈ રાજકુમારી ઇરાવન સાથે લગ્ન કરશે અને બીજા જ દિવસે તે વિધવા થઈ જશે. હવે આ સમસ્યાનું સમાધાન ભગવાન શ્રીકૃષ્ણએ કાઢી લીધું અને પોતે જ મોહિનીનું રૂપ ધારણ કરીને સામે આવી ગયા. ભગવાન શ્રી કૃષ્ણમાં મોહિનીનું રૂપ ધારણ કરીને ઇરાવન સાથે લગ્ન કર્યા અને બીજે દિવસે જ ઇરાવનની બલી આપવામાં આવી. આ પછી, શ્રી કૃષ્ણએ વિધવા બનીને શોક પણ વ્યક્ત કર્યો. આ ઘટનાને યાદ કરીને, હવે બધા કિન્નરો ઇરાવનને જ પોતાનો ભગવાન માને છે અને એક રાત માટે લગ્ન કરે છે.

Share: