કોરોના વાયરસ : ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૭૮,૫૨૪ નવા કોરોના કેસ

October 08, 2020
 2557
કોરોના વાયરસ : ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૭૮,૫૨૪ નવા કોરોના કેસ

ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે વધીને ૬૮ લાખ ૩૫ હજાર ૬૫૬ લાખ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૮ હજાર ૫૨૪ નવા કેસ નોંધાયા છે અને ૯૭૧ લોકોના મોત નીપજ્યાં છે. કોરોનાથી અત્યાર સુધી ૧ લાખ ૫ હજાર ૫૨૬ લોકો જીવ ગુમાવી ચુક્યા છે. રાહતની વાત એ છે કે, અત્યાર સુધી ૫૮ લાખ ૨૭ હજાર ૭૦૫ લોકો આ વાયરસથી સાજા થયા છે.

દેશમાં હાલ પોઝીટીવીટી રેટ ૮.૩ ટકા ચાલી રહ્યો છે, એટલે દર વખતે ૧૦૦ ટેસ્ટ પર આઠ લોકો પોઝીટીવ મળી રહ્યા છે. જ્યારે, અત્યારે ૯ લાખ ૨ હજાર ૪૨૫ એક્ટીવ કેસ છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ સહિત ૧૦ રાજ્ય એવા છે, જ્યાં ૭૭ ટકા સક્રિય કેસ છે. તેમાં પણ ત્રણ રાજ્ય એવા છે જ્યાં ૫૦ ટકા એક્ટીવ કેસ છે. એક્ટીવ કેસ છેલ્લા બે અઠવાડિયાથી સતત ઘટી રહ્યા છે. આ એક સારા સંકેત છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે, દેશમાં આઠ રાજ્યોના ૨૫ જિલ્લામાં અત્યાર સુધીમાં ૪૮ ટકા દર્દીઓ કોરોનાના ચેપથી મરી ગયા છે. તેમાંથી ૧૫ જિલ્લા મહારાષ્ટ્રના છે. કર્ણાટક, પશ્વિમ બંગાળ અને ગુજરાતમાં ૨-૨ જિલ્લા છે, જ્યારે પંજાબ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં ૧-૧ જિલ્લો છે.

Share: