કેકેઆર સામે હાર મળી હોવા છતાં ધોનીએ પોતાના નામે કર્યો આ મોટો રેકોર્ડ

October 08, 2020
 205
કેકેઆર સામે હાર મળી હોવા છતાં ધોનીએ પોતાના નામે કર્યો આ મોટો રેકોર્ડ

ઇન્ડીયન પ્રીમિયર લીગ સીઝન ૧૩ ના બુધવારે રમાયેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને ૧૦ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભલે આ મેચમાં બેટથી યોગદાન આપી શક્યા ના હોય, પરંતુ તે વિકેટકીપર તરીકે આ લીગમાં ઈતિહાસ રચવામાં સફળ રહ્યા છે. મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલમાં સૌથી વધુ કેચ પકડનાર વિકેટકીપર બની ગયા છે.

ઇન્ડીયન પ્રીમિયર લીગમાં ધોનીએ સૌથી વધુ ૧૦૪ કેચ પકડ્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ કેકેઆરના કેપ્ટન દિનેશ કાર્તિકનો રેકોર્ડ તોડ્યો હતો. આ મેચ પહેલા આઈપીએલમાં સૌથી વધુ કેચ પકડનાર વિકેટકીપર દિનેશ કાર્તિક હતા. દિનેશ કાર્તિકે વિકેટની પાછળ અત્યાર સુધી આઈપીએલમાં ૧૦૩ કેચ પકડ્યા છે.

મહેન્દ્ર સિંહ ધોનીએ કિંગ્સ ઈલેવન પંજાબ સામે રમેલી મેચમાં વિકેટ પાછળ ૧૦૦ કેચ પકડવાનું કારનામું કર્યું હતું. ધોની અને કાર્તિક બે એવા ખેલાડી છે જેને વિકેટકીપર તરીકે આઈપીએલમાં ૧૦૦ થી વધુ કેચ પકડ્યા છે.

મહેન્દ્ર સિંહ ધોની તેમ છતાં કેકેઆર સામે મેચમાં બેટિંગ કરતા સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા. ધોની તે સમયે બેટિંગ કરવા આવ્યા હતા જ્યારે ટીમને ૪૭ બોલમાં જીત માટે ૬૯ રનની જરૂરત હતી. પરંતુ ધોની ૧૨ બોલમાં માત્ર ૧૧ રન બનાવી આઉટ થઈ ગયા હતા.

કેકેઆરની ટીમે અંતિમ ઓવર્સમાં શાનદાર કમબેક કર્યું હતું. કેકેઆરે સીએસકેની ટીમને ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૫૭ રન પર રોક્યું હતું અને ૧૦ રનથી મેચ પોતાના નામે કરી હતી.

Share: