જિયોને ટક્કર આપવા એરટેલે લોન્ચ કર્યો આ શાનદાર પ્લાન

October 08, 2020
 497
જિયોને ટક્કર આપવા એરટેલે લોન્ચ કર્યો આ શાનદાર પ્લાન

મુકેશ અંબાણીના માલિકીની કંપની જિયોએ તાજેતરમાં કેટલાક નવા પોસ્ટપેડ પ્લાન્સ લોન્ચ કર્યા હતા. આવી સ્થિતિમાં જિયોથી મુકાબલો કરવા માટે એરટેલે પોતાના ૩૯૯ રૂપિયા વાળા પોસ્ટપેડ પ્લાનને ફરીથી લોન્ચ કર્યો છે. પહેલા આ પ્લાન મનપસંદ ટેલીકોમ સર્કલમાં ઉપલબ્ધ હતો, પરંતુ હવે તે દેશભરમાં ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે.

એરટેલના ૩૯૯ રૂપિયા વાળા પોસ્ટપેડ પ્લાન હેઠળ ગ્રાહકોને ૪૦ જીબી ડેટા, અનલીમીટેડ કોલિંગ અને દરરોજ ૧૦૦ એસએમએસ મળશે. તેની સાથે આ પ્લાનમાં કંપની એરટેલ એક્સટ્રીમ પ્રીમીયમ સબ્સક્રિપ્શન, એક વર્ષ માટે વિંક મ્યુઝીક સબ્સક્રિપ્શન અને શો એકેડમીનું સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. આ બેનીફીટ્સ સિવાય ગ્રાહકોને ફ્રી હેલો ટ્યુન્સ અને FasTag ટ્રાન્જેકશન પર કેશબેક પણ મળશે.

જ્યારે, બીજી તરફ રિલાયન્સ જિયોની વાત કરીએ તો કંપની પોતાના ૩૯૯ રૂપિયા વાળા પ્લાનમાં અનલીમીટેડ કોલિંગ, અનલીમીટેડ એમએસએસ અને ૭૫ જીબી ડેટા આપે છે. તેની સાથે ગ્રાહકો ૨૦૦ જીબી સુધી ડેટા રોલઓવર પણ આ પ્લાનમાં ઓફર કરવામાં આવે છે.

જિયો દ્વારા ૩૯૯ રૂપિયા વાળા પ્લાનમાં ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપી, નેટફ્લિક્સ, પ્રાઈમ વિડીયો સબ્સક્રિપ્શન અને જિયો એપ્સનું સબ્સક્રિપ્શન અને જિયો એપ્સનું સબ્સક્રિપ્શન આપવામાં આવે છે.

તેની સાથે આ પ્લાનમાં ૨૫૦ રૂપિયા પ્રતિ કનેક્શનના હિસાબથી ‘ફેમેલી પ્લાન’ પણ ઓફર કરવામાં આવે છે. તેના સિવાય વાઈ-ફાઈ કોલિંગ, ઇન-ફ્લાઈટ કોલિંગ અને ૫૦ પૈસા પ્રતિ મિનીટના દરથી ઇન્ટરનેશનલ કોલિંગ પણ આપવામાં આવે છે.

Share: