ઘરે બનાવો સ્વાદિષ્ટ બદામ ગુલાબની ખીર

October 08, 2020
 10680
ઘરે બનાવો સ્વાદિષ્ટ બદામ ગુલાબની ખીર

તહેવારોમાં લોકો ઘરે ગુજીયા, પકોડા અથવા મીઠાઈઓ બનાવવાનું પસંદ કરતા હોય છે. તમે ચોખાની ખીર, સેવૈયા, સાબુદાણાની ખીર મોરૈયાની ખીર ખાધી હશે, પણ તમે આ નવા વર્ષે ઘરે મહેમાનોના માટે કઈ ખાસ બનાવવાનું વિચારી રહ્યા છો તો તમે બદામ-ગુલાબ ખીર બનાવી શકો છો. આજે અમે તમને બદામ ગુલાબની ખીર બનાવતા શિખવીશુ. આ ખીર ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે આ બનાવવામાં પણ ઘણી સરળ હોય છે. તો ચાલો તમને જણાવીએ નવા વર્ષે ટેસ્ટી બદામ ખીર બનાવવાની રેસીપી. આ ખીર બનાવી તમે ઘરે ટ્રાઈ કરો.

આ ખીર ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. આ ખીરને તમે ભોજનમાં લેશો તો તમારો સ્વાદ બમણો થઈ જશે.

બદામ ખીર બનાવવાની સામગ્રી:

ફૂલ ફૈટ દૂધ= ૨ લીટર

ખાંડ= ૪૦ ગ્રામ

ચોખા= ૧૨૦ ગ્રામ

બદામ= 100 ગ્રામ

ગુલાબ જળ= 3-4 ટીપાં

ગાર્નીશ માટે:

બદામ= ૨૫ ગ્રામ(ક્રસ કરેલી)

સુખા ગુલાબની પાંદડિયો= ૧૦ ગ્રામ

બદામ ખીર બનાવવાની રીત:

સૌ પ્રથમ ગુલાબની ખીરને બનાવવા માટે ચોખા ને ૨૦ મિનીટ સુધી પાણીમા પલાળીને રાખો. હવે એક કડાઈમા દૂધને ધીમી આંચ પર ગરમ કરવા રાખો અને તેને ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો. આ પછી પલાળેલા ચોખાનું પાણી નીકાળીને તેને દૂધમા નાંખો અને ધીમી આંચ પર પકવવા દો. આને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી ચોખા બરોબર રીતે ફૂલી ન જાય. પછી આમાં ક્રસ કરેલી બદામ નાંખીને ૧૦ થી ૧૫ મિનીટ સુધી પકાવા દો. જયારે ખીર મલાઈદાર થઈ જાય તો આમાં ખાંડ મિકસ કરી લો.

આ ખીરને ઠંડી થવા માટે અલગ મૂકી દો. ખીર જયારે ઠંડી થઇ જાય ત્યારે તેમાં ગુલાબજળ મિક્સ કરી લો. પછી ખીરને ઠંડી થવા માટે ફ્રીઝમા મુકો દો. હવે સમારેલી બદામને ઓવનમા ૧૮૦ ડીગ્રી પર ૫ મિનીટ સુધી ગરમ કરો. આના પછી સમારેલી બદામ અને સુખી ગુલાબની પાંદડીઓ અને ખીરને ગાર્નીશ કરો. હવે તમારી ખીર બનીને સર્વ કરવા માટે તૈયાર છે.

Share: