જિયો યુઝર્સ હજુ પણ કરી શકશે ફ્રી કોલિંગ, કંપનીએ બતાવી આ રીત

October 11, 2019
 1147
જિયો યુઝર્સ હજુ પણ કરી શકશે ફ્રી કોલિંગ, કંપનીએ બતાવી આ રીત

રિલાયન્સ જિયોએ ૨ દિવસ પહેલા જાહેરાત કરી હતી કે, બીજા નેટવર્ક પર કોલ કરવા પર ૬ પૈસા પ્રતિ મિનીટના દરથી આઈયુસી (ઇન્ટરકનેક્ટ ચાર્જ) ચાર્જ લેશે. આઈયુસી ટોપ-અપ પ્લાન્સ પણ લોન્ચ કર્યા હતા. ત્યાર બાદ આઈડિયા-વોડાફોને ગઈ કાલે જાહેરાત કરી હતી કે, તેમના કસ્ટમર્સ પર આઈયુસી ચાર્જ લગાવવામાં આવશે નહીં. રિલાયન્સ જિયોએ ૯ ઓક્ટોબર અથવા તેના પહેલા રિચાર્જ કરાવનાર લોકો માટે ફ્રી કોલિંગ ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

આ રિલાયન્સ જિયો યુઝર્સ ત્યાં સુધી ફ્રી કોલિંગ કરી શકશે જ્યાં સુધી તેમનો પ્લાન સમાપ્ત થશે નહીં. આ યુઝર્સ જિયોથી જિયો અને અન્ય નેટવર્ક પર ફ્રી કોલિંગ કરી શકશે. તેમના માટે ઇનકમિંગ અને આઉટગોઇંગ બંને કોલ્સ ફ્રી રહેશે. વર્તમાન પ્લાનની વેલીડીટી પૂરી ન થાય ત્યાં સુધી, વપરાશકર્તાઓને કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.

અન્ય યુઝર્સ માટે જિયોથી જિયો કોલિંગ પહેલાની જેમ ફ્રી રહેશે પરંતુ એરટેલ, વોડાફોન, બીએસએનએલ વગેરે નેટવર્ક પર કોલ કરવા પર તેમને ૬ પૈસા પ્રતિ મિનીટના દરથી આઈયુસી (આઈયુસી ચાર્જ) આપવો પડશે. તેના માટે તેમને ૧૦ રૂપિયાથી લઈને ૧૦૦ રૂપિયા સુધીના આઈસીયુ ટોપ-અપ વાઉચર્સ પણ જાહેર કર્યા છે. આ રિચાર્જ વાઉચર્સ પર યુઝર્સને કોલિંગ મિનીટ્સ સાથે એક્સ્ટ્રા ઈન્ટરનેટ ડેટા પણ આપવામાં આવી રહ્યો છે.

Share: