નિકોલ્સ પૂરને દુબઈને બનાવી શારજાહ, સીઝનની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી

October 09, 2020
 211
નિકોલ્સ પૂરને દુબઈને બનાવી શારજાહ, સીઝનની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી

કિંગ્સ ઈલેવન પંજાબના બેટ્સમેન નિકોલ્સ પૂરને દુબઈના મેદાનને શારજાહ બનાવતા સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સીઝનની સૌથી ઝડપી અડધી સદી ફટકારી દીધી હતી. નિકોલ્સ પૂરન જ્યારે બેટિંગ કરવા ક્રીઝ પર આવ્યા હતા ત્યારે પંજાબનો સ્કોર ૩૧ રન પર બે વિકેટ હતો. નિકોલ્સ પૂરન ખાસ કરીને અબ્દુલ સમદની એક ઓવરમાં તે ઘણા એગ્રેસીવ જોવા મળ્યા હતા. તેમને સમદની ઓવરમાં ચાર સિક્સર અને એક ચોગ્ગાની મદદથી ૨૮ રન બનાવ્યા હતા.

આઈપીએલમાં ૨૦૨૦ માં સૌથી ઝડપી અડધી સદી

૧૭ નિકોલ્સ પૂરન

૧૯ સંજૂ સેમસન

૨૦ કેરોન પોલાર્ડ

૨૦ માર્કસ સ્ટોઈનિસ

૨૩ એબી ડી વિલિયર્સ

આઈપીએલ ઈતિહાસની સૌથી ઝડપી અડધી સદી

૧૪ – રાહુલ વિરુદ્ધ ડીસી, ૨૦૧૮

૧૫ – યુસુફ પઠાણ વિરુદ્ધ હૈદરાબાદ, ૨૦૧૪

૧૫ – સુનીલ નારાયણ વિરુદ્ધ બેંગ્લોર, ૨૦૧૭

૧૬ – સુરેશ રૈના વિરુદ્ધ પંજાબ, ૨૦૧૪

૧૭ - નિકોલ્સ પૂરન અને ૭ અન્ય

પંજાબ માટે સૌથી ઝડપી અડધી સદી

૧૪ લોકેશ રાહુલ વિરુદ્ધ દિલ્લી ૨૦૧૮

૧૭ નિકોલ્સ પૂરન વિરુદ્ધ હૈદરાબાદ ૨૦૨૦

૧૯ લોકેશ રાહુલ વિરુદ્ધ સીએસકે ૨૦૧૯

૧૯ ડેવિડ મિલર વિરુદ્ધ રાજસ્થાન ૨૦૧૪

Share: