જિયો યુઝર્સ માટે સારા સમાચાર, કંપનીએ શરુ કરી ગ્રાહકો માટે આ ખાસ સુવિધા

October 09, 2020
 279
જિયો યુઝર્સ માટે સારા સમાચાર, કંપનીએ શરુ કરી ગ્રાહકો માટે આ ખાસ સુવિધા

રિલાયન્સ જિયોએ તાજેતરમાં નવા પોસ્ટપેડ પ્લાન લોન્ચ કર્યા છે, આ પોસ્ટપેડ પ્લાનનું નામ જિયો પોસ્ટપેડ પ્લસ છે. કંપનીએ બીજી કંપનીઓને ટક્કર આપવાના ઈરાદાથી આ પ્લાન્સને લોન્ચ કર્યા છે. આ નવા પોસ્ટપેડ પ્લસ પ્લાનમાં નેટફ્લીક્સ, એમેઝોન પ્રાઈમ અને ડીઝની પ્લસ હોટસ્ટાર જેવા ઓટીટી સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. તેના સિવાય આ સર્વિસમાં કંપની ઇન-ફલાઈટ કનેક્ટિવીટી પણ ઓફર કરી રહી છે. રિલાયન્સ જીયોએ જાહેરાત કરી છે કે, જિયો પોસ્ટપેડ પ્લસની સુવિધા લેનાર અન્ય ટેલીકોમ કંપનીઓના યુઝર્સ પોતાની ક્રેડીટ લીમીટને કૈરી ફોરવર્ડ કરી શકે છે. કંપનીનું કહેવું છે કે, તેના માટે તમારે કોઇપણ વધારાના ચાર્જ ચૂકવવા પડશે નહીં.

રિલાયન્સ જિયો તે બધા યુઝર્સ માટે એક નવા કૈરી ફોરવર્ડ ક્રેડીટ લીમીટ સુવિધા પ્રદાન કરી રહી છે જે કોઈ વર્તમાન સર્વિસથી જિયો પોસ્ટ-પેડ નેટવર્ક પર માઈગ્રેત કરવા માગે છે. કંપનીનો દાવો છે કે, આનાથી જિયો પોસ્ટપેડ પ્લસમાં સામેલ થવા માટે અન્ય ઓપરેટરોના બધા વર્તમાન પોસ્ટપેડ યુઝર્સના માઈગ્રેશનમાં સરળતા થશે. કંપની નવા સીમ કાર્ડ્સની ફ્રી હોમ ડીલીવરી પર્ણ કરી રહી છે. કંપનીએ પ્રીપેડ કનેક્શનથી પોસ્ટપેડ અથવા પછી પોસ્ટપેડથી પોસ્ટપેડ પ્લસ કનેક્શન મેળવવાનો વિકલ્પ પણ આપે છે.

આવી રીતે લઇ શકો છે જિયો પોસ્ટપેડ પ્લસ કનેક્શન

જિયો પોસ્ટપેડ નંબરને જિયોમાં સ્વિચ કરવા માંગો છો, તો વ્હોટ્સએપ પર ૮૮૫૦૧૮૮૫૦૧ નંબર હાય લખી મોકલો.

ત્યાર બાદ વર્તમાન ઓપરેટરોનું પોસ્ટપેડ બીલ અપલોડ કરો.

જિયો પોસ્ટપેડ કનેક્શન માટે નવા જિયો સીમની હોમ ડીલીવરી માટે જિયોની વેબસાઈટ અથવા ૧૮૦૦ ૮૮ ૯૯ ૮૮ ૯૯ નંબર પર કોલ કરો. ત્યાર બાદ જિયો પોસ્ટપેડ પ્લસ સીમ કાર્ડ તમારા ઘરે પહોંચી જશે. તમે જિયો સ્ટોર અથવા રિલાયન્સ ડીઝીટલ સ્ટોર પર જઈને પણ સીમ કાર્ડ લઇ શકો છો.

www.jio.com/postpaid પર જઈને તમે જિયો પોસ્ટપેડ પ્લસ વિશેમાં વધુ માહિતી મેળવી શકો છો.

આ છે જિયો પોસ્ટપેડ પ્લસ પ્લાન્સ

જિયોના ૩૯૯ રૂપિયા, ૫૯૯ રૂપિયા, ૭૯૯ રૂપિયા, ૯૯૯ રૂપિયા અને ૧૪૯૯ રૂપિયાની કિંમત વાળા પાંચ પોસ્ટપેડ પ્લાન્સ લોન્ચ કર્યા છે. આ બધા પેકમાં યુઝર્સને અનલીમીટેડ કોલ સાથે બમ્પર ડેટા ઓફર કરવામાં આવી રહી છે. નવા જિયો પોસ્ટપેડ પ્લસ પ્લાન્સની સાથે નેટફ્લીક્સ, એમેઝોન પ્રાઈમ, ડીઝની પ્લસ હોટસ્ટાર જેવી ઓટીતી એપ્સનો એક્સેસ આપવામાં આવે છે. તેના સિવાય ઇન-ફ્લાઈટ કનેક્ટિવિટીની પણ સુવિધા છે.

Share: