ભારતમાં કોરોનાવાયરસ : છેલ્લા ૨૪ કલાકમાં કોરોના કેસ ૭૦,૪૯૬ નોંધાયા

October 09, 2020
 2272
ભારતમાં કોરોનાવાયરસ : છેલ્લા ૨૪ કલાકમાં કોરોના કેસ ૭૦,૪૯૬ નોંધાયા

દેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોવિડ-૧૯ ના ૭૦,૪૯૬ નવા કેસો આવ્યા બાદ શુક્રવારે ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને ૬૯ લાખથી વધુ થઈ ગઈ છે. વાયરસના કારણે એક જ દિવસમાં ૯૬૪ દર્દીઓના મોત નીપજ્યાં છે. જ્યારે કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા ૫૯,૦૬,૦૭૦ થઈ ગઈ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરના આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધી કોવિડ-૧૯ ના ૬૯,૦૬,૧૫૨ કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૯૬૪ લોકોના મૃત્યુ થવાથી મૃતકોની સંખ્યા વધીને ૧,૦૬,૪૯૦ પર પહોંચી ગઈ છે. તાજેતારના આંકડા અનુસાર દેશમાં કોરોનાથી મુક્ત થનારા લોકોની સંખ્યા વધીને ૫૯,૦૬,૦૭૦ થઈ ગઈ છે. હાલમાં ૮,૯૩,૫૯૨ દર્દીઓ કોરોના વાયરસની સારવાર લઇ રહ્યા છે.

કોવિડ-૧૯ માં મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે અને હવે તે ૧.૫૪ ટકા છે. ભારતમાં કોવિડ-૧૯ કેસ ૭ ઓગસ્ટના રોજ ૨૦ લાખ, ૨૩ ઓગસ્ટના રોજ ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરના રોજ ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરના રોજ ૫૦ લાખ અને ૨૮ સપ્ટેમ્બરના ૬૦ લાખ સુધી પહોંચી ગયા છે.

Share: