ઇયોન મોર્ગને દિનેશ કાર્તિકની કેપ્ટનશીપ અંગે આપ્યું મોટું નિવેદન

October 10, 2020
 190
ઇયોન મોર્ગને દિનેશ કાર્તિકની કેપ્ટનશીપ અંગે આપ્યું મોટું નિવેદન

કોલકાતા નાઈટ રાઈડર્સના સીનીયર ખેલાડી ઇયોન મોર્ગને દિનેશ કાર્તિકની કેપ્ટનશીપનો બચાવ કર્યો છે. ઇયોન મોર્ગને કહ્યું છે કે, દિનેશ કાર્તિક કેપ્ટનશીપમાં સારુ કરી રહ્યા છે. તેના સિવાય ઇયોન મોર્ગને ટીમના સીનીયર ખેલાડીઓની ભૂમિકાને લઈને પણ વાત કરી છે. તમને જણાવી દઈએ કે, ઇયોન મોર્ગને આ બધી વાતો પ્રેસ કોન્ફરન્સમાં કહી છે.

સીમિત ઓવરોની ક્રિકેટમાં ઇંગ્લેન્ડ ટીમના કેપ્ટન ઇયોન મોર્ગને કેપ્ટન દિનેશ કાર્તિક અને મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમને લઈને કહ્યું છે કે, “મને લાગે છે કે, આ અત્યાર સુધી વાસ્તવમાં ટીમ સારી રીતે ચાલી રહી છે. મારું માનવું છે કે, ડીકે અને બ્રેન્ડન મેક્કુલમ ટીમનું સારી રીતે આગેવાની કરી રહ્યા છે. તેના સિવાય અમારી પાસે ઘણા વિકલ્પ રહેલા છે જે ટીમને મજબૂતી આપે છે.”

સીનીયર ખેલાડીઓની ભૂમિકાને લઈને ઇયોન મોર્ગને આગળ કહ્યું છે કે, “ટીમની અંદર પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા છે કેમકે જ્યારે કેપ્ટન, કોચ અને વાઈસ કેપ્ટન સિવાય અન્ય સીનીયર ખેલાડી આગેવાની અથવા નિર્ણય લેશે, તો તેનાથી ટીમના બાકી ખેલાડીઓને સ્પસ્ટ સંદેશ જાય છે. અમારી પાસે ઘણા સીનીયર ખેલાડી છે જે કેપ્ટન જ નથી પરંતુ મેચ દરમિયાન મહત્વની ભૂમિકા નિભાવતા છે.”

દિનેશ કાર્તિકની કેપ્ટનશીપમાં કોલકાતા નાઈટ રાઈડર્સે અત્યાર સુધી પાંચ મેચ રમી છે. આ દરમિયાન તેમને ત્રણ મેચમાં જીત પ્રાપ્ત કરી છે. જ્યારે પોઈન્ટ ટેબલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ આ સમયે ૬ પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે. ટીમના કેપ્ટન દિનેશ કાર્તિકે અત્યાર સુધી બેટથી નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. જમણા હાથના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે અત્યાર સુધી પાંચ મેચમાં માત્ર ૪૯ રન બનાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કોલકાતા નાઈટ રાઈડર્સની આગામી મેચ દુબઈના શેખ જાવેદ સ્ટેડીયમમાં કિંગ્સ ઈલેવન પંજાબ સામે ૧૦ ઓક્ટોબરના રમાશે.

Share: