કોરોના કહેર : દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૩,૨૭૨ નવા કેસ નોંધાયા

October 10, 2020
 2703
કોરોના કહેર : દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૩,૨૭૨ નવા કેસ નોંધાયા

દેશમાં કોરોનાવાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસ પહેલાની સરખામણી કરતા ઘણા ઓછા છે, પરંતુ હજુ પણ ચિંતા વિષય છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૩ હજાર ૨૭૨ નવા કેસ નોંધાયા છે, જ્યારે ૯૨૬ લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા કોરોના કેસ આવ્યા બાદ દેશમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને ૬૯,૭૯,૪૨૩ થઈ ગઈ છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધી ૫૯ લાખ ૮૮ હજાર ૮૨૨ લોકો રિકવર થઈ ચુક્યા છે, જ્યારે દેશની જુદી-જુદી હોસ્પિટલોમાં ૮ લાખ ૮૩ હજાર ૧૮૫ સક્રિય કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં મૃત્યુ બાદ દેશમાં મૃતકોની સંખ્યા વધીને ૧ લાખ ૭ હજાર ૪૧૬ થઈ ગઈ છે. આઈસીએમઆરના અનુસાર, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧,૬૪,૦૧૮ કોરોના કેસની તપાસ કરવામાં આવી છે.

Share: