આમ આદમીની બચત પર મોદી સરકારની લુંટ, લધુ બચત યોજના ફંડમાથી નબળા નિગમોને ફાળવ્યા નાણા

October 12, 2019
 757
આમ આદમીની બચત પર મોદી સરકારની લુંટ, લધુ બચત યોજના ફંડમાથી નબળા નિગમોને ફાળવ્યા નાણા

મોદી સરકારે હવે સામાન્ય અને ગરીબ લોકોની બચતને લઈને ભારતીય ખાધ નિગમ પર મોટો દાવ ખેલ્યો છે. વાસ્તવમા કેન્દ્ર સરકાર દર વર્ષે એકથી સવા લાખ કરોડની ફૂડ સબસીડી આપે છે. જે નાણાથી પીડીએસ અંતર્ગત તે ગરીબોને અનાજ વિતરણ કરે છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી મોદી સરકાર એફસીઆઈને ફૂડ સબસીડી નથી આપી રહી. પરંતુ નિગમને કહેવામા આવ્યું છે કે લોન લઈને પીડીએસ સીસ્ટમ ચાલુ રાખે. જો કે એફસીઆઈના અધિકારીઓ એવો તર્ક આપી રહ્યા છે કે અમારી પાસે આવકના સાધન ન હોવાના લીધે તેને પરત કેવી રીતે ચૂકવશે.

તેવામા ખાદ્ય નિગમ પર બોજ વધી રહ્યો છે. હવે ખાદ્ય નિગમને રાષ્ટ્રીય લધુ બચત કોષ પાસેથી લોન લેવાનું કહેવામા આવ્યું છે. રાષ્ટ્રીય લધુ બચત કોષમા નેશનલ સેવિંગ્સ સર્ટીફીકેટ, બાળકીઓ માટે ચલાવવામા આવતી સુકન્યા સમૃદ્ધી યોજના, કિસાન વિકાસ પત્ર, સીનીયર સીટીજન સ્કીમ, પંચવર્ષીય ડીપોઝીટ સ્કીમ, પોસ્ટ ઓફીસની બચત સ્કીમના નાણા જમા રહે છે.

ભારતીય રીઝર્વ બેંકના એક અહેવાલમા તેની પર ચિંતા વ્યક્ત કરવામા આવી છે. આ અહેવાલ અનુસાર એફસીઆઈ પર એનએસએસએફની દેવાદારી વધી રહી છે. જેમા વર્ષ ૨૦૧૬-૧૭ મા ખાધ નિગમ પર એનએસએસએફની ૭૦ હજાર કરોડનું દેવું હતું. જે વર્ષ ૨૦૧૭-૧૮માં વધીને ૧ લાખ ૨૧ હજાર કરોડ અને વર્ષ ૨૦૧૮-૧૯મા વધીને ૯૧ હજાર કરોડ રૂપિયા થયું છે. આટલું જ નહીં મોદી સરકારે વર્ષ ૨૦૧૯ના બજેટમાં પ્રચાર કર્યો હતો કે કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્ય નિગમને ૧ લાખ ૫૧ હજાર કરોડની સબસીડી આપવામા આવશે. પરંતુ બજેટ ભાષણમા ખુલાસો કરવામા ના આવ્યો કે તેમાં એનએસએસએફની જોડેથી કેટલી લોન લેવામા આવશે.

પરંતુ આ નાણા કેન્દ્રની મોદી સરકારે એનએસએસએફને પરત ચુકવવા પડશે. પરંતુ અત્યારે મોદી સરકારની આર્થિક હાલત એવી છે કે તેમને રિઝર્વ બેંક પાસેથી ૧ લાખ ૭૬ હજાર કરોડ લેવાની ફરજ પડી છે. ત્યારે સરકાર આ દેવું કેવી રીતે ચૂકવશે તે એક મોટો પ્રશ્ન છે.

Share: