
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ ના ૧૨૪૩ નવા કેસ સામે આવતા રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ૧,૪૯,૧૯૪ થઈ ગઈ છે. આ જાણકારી રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે કહ્યું છે કે, તેમ છતાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૧૮ દર્દીઓ સ્વસ્થ થતા રાજ્યમાં સાજા થવાનો દર વધીને ૮૬.૭૬ ટકા થયો છે. વિભાગે એક જાહેરાતમાં કહ્યું છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ૧,૨૯,૪૪૧ દર્દીઓ સાજા થયા છે જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ૧૬,૨૦૩ છે.
આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન નવ વધુ દર્દીઓના મોત નીપજ્યાં, જેના કારણે રાજ્યમાં મૃત્યુઆંક વધીને ૩,૫૫૦ થઈ ગયો છે.
આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, ત્રણ-ત્રણ દર્દીઓના મોત અમદાવાદ અને સુરત જીલ્લામાં થયા છે, જ્યારે એક-એક દર્દીઓના મોત રાજકોટ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જીલ્લામાં થયા છે. જાહેરાત અનુસાર, સુરત, અમદાવાદ અને રાજકોટમાં ક્રમશ : ૨૬૪, ૧૮૦ અને ૧૩૨ નવા કેસ નોંધાયા છે.
છેલ્લા ૨૪ કલાકમાં વડોદરામાં ૧૨૨, જામનગરમાં ૯૫ અને બનાસકાંઠામાં ૩૯ નવા કેસ નોંધાયા છે. દિવસમાં સાજા થયેલા ૧૫૧૮ દર્દીઓમાંથી ૩૧૧ દર્દીઓ એકલા સુરતમાં જ સ્વસ્થ થયા છે, જ્યારે અમદાવાદમાં 216 દર્દીઓ સાજા થયા છે. સરકારે કહ્યું છે કે, અત્યાર સુધી રાજ્યમાં ૪૯.૧૦ લાખથી વધુ લોકોની તપાસ કરવામાં આવી છે.