
બોલીવુડ અભિનેતા દીપિકા પાદુકોણે એનસીબીની પૂછપરછ બાદ રણવીર સિંહે પ્રથમ વખત એક મહિના બાદ ટ્વીટ કરી છે. તેમની છેલ્લી ટ્વીટ સુશાંત સિંહ રાજપૂત માટે હતી. રણવીર સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કોવિડ-૧૯ ના જાગરુકતા અભિયાનથી જોડાયેલ એક ટ્વીટ કરી છે. પીએમ મોદીની ટ્વીટનો જવાબ અપાતા તેમને લખ્યું છે કે, “અમે કરીએ છીએ.” તેની સાથે તેમને હેશટેગની સાથે Unite2Fight Corona લખ્યું છે. જેનો અર્થ કોરોના સામે જંગ લડવાનો થાય છે.
રણવીર સિંહ લગભગ ચાર મહિના બાદ ટ્વીટર પર એક્ટીવ થયા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ ફિલ્મ ૮૩ માં દીપિકા પાદુકોણ સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. તેમ છતાં, કોરોના રોગચાળાના કારણે ફિલ્મની રીલીઝ ડેટને ટાળવામાં આવી છે. તેના સિવાય રણવીર ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ માં પણ જોવા મળશે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, દીપિકા પાદુકોણ આ દિવસોમાં શકુન બત્રાની શીર્ષક વિનાની ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી પણ મુખ્ય ભૂમિકામાં છે. એનસીબીના સમન્સના કારણે દીપિકાને શુટિંગ મધ્યમાં જ છોડવી પડી હતી. જોકે, એનસીબીની પૂછપરછ બાદ તેણે ફરી શૂટિંગ શરૂ કરી દીધી છે.