દિવાળી વિથ એમઆઈ : ૧૬ ઓક્ટોબરથી શરુ થશે શાઓમીનો ફેસ્ટીવેલ સેલ

October 11, 2020
 669
દિવાળી વિથ એમઆઈ : ૧૬ ઓક્ટોબરથી શરુ થશે શાઓમીનો ફેસ્ટીવેલ સેલ

શાઓમીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, કંપની Diwali with Mi સેલ સાથે દિવાળીનું આયોજન કરવા જઈ રહી છે જે ૧૬ ઓક્ટોબર Mi.Com પર શુર થશે. તેના સિવાય એ પણ જણાવવામાં આવ્યું છે કે, ડાયમંડ, ગોલ્ડ અને પ્લેટિનમ વીઆઈપી મેમ્બર્સને અર્લી એક્સેસ આપવામાં આવશે એટલે કે તેમના માટે સેલ ૧૫ ઓક્ટોબરથી શરુ થશે. બની શકે છે કે, તેમને ફ્રી શિપિંગની પણ સુવિધા મળે.

મળશે આ ઓફર્સ

શાઓમી મુજબ, બેંક ઓફ બરોડા ક્રેડીટ કાર્ડ અને એક્સીસ બેંક કાર્ડ દ્વારા ખરીદી કરનાર ગ્રાહકોને એક હજાર રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ સેલ છ દિવસ સુધી ચાલશે એટલે ૨૧ ઓક્ટોબર સુધી આ લાઈવ રહેશે.

આ સેલથી જોડાયેલી કેટલીક ખાસ વાતો

આ સેલમાં પટાખા રન ગેમને રમીને તમે ગીફ્ટ જીતી શકશો.

તમને ૫૦૦૦ રૂપિયા સુધીના કેશબેક જીતવાની તક પણ આ સેલમાં મળશે.

૩૯૯ રૂપિયાને બદલે ૧૯૯ રૂપિયામાં વોરંટી વધારવાની સુવિધા પણ હશે.

૧ રૂપિયામાં સ્માર્ટફોન ખરીદવાની તક મળશે

દિવાળી વિથ એમઆઈ સેલ દરમિયાન તમને ૧ રૂપિયામાં સ્માર્ટફોન ખરીદવાની તક મળશે. આ દરમિયાન તમને ૧૭ હજાર વાળો રેડમી નોટ ૯ પ્રો, ૧૪ હજાર વાળો એમઆઈ ટીવી ૪ એ ૩૨ ઇંચ હોરીજેન્ટલ એડીશન અને અન્ય પ્રોડક્ટ્સને ૧ રૂપિયામાં ખરીદી શકશો. તેમ છતાં આ લક્કી ડ્રો થશે અથવા કોઈ ગેમ તેના વિશેમાં હજુ સ્પસ્ટ થયું નથી.

Share: