
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પાંચ વર્ષની પુત્રીને ધમકી આપનાર ૧૬ વર્ષિય યુવક રવિવારે ગુજરાતના મુન્દ્રા ખાતે પકડાયો હતો. પોલીસે તેના વિશે માહિતી આપી હતી.
કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંહે કહ્યું છે કે, “ધોનીની પત્ની સાક્ષી ધોનીના ઇન્સ્ટાગ્રામ પર થોડા દિવસો પહેલા પોસ્ટ કરેલા દુષ્કર્મના સંદેશા પર પૂછપરછ કરવા માટે ધોરણ ૧૨ ના વિદ્યાર્થીની અટકાયત કરવામાં આવી હતી."
પોલીસે કહ્યું છે કે, આ યુવકે સ્વીકાર્યું છે કે, તેને કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ઇન્ડીયન પ્રીમિયર લીગ ૨૦૨૦ મેચ બાદ ઇન્સ્ટાગ્રામ પર ધમકીભર્યા સંદેશ પોસ્ટ કર્યા હતા. સિંહે કહ્યું હતું કે, રાંચી પોલીસે આ યુવક વિશેની માહિતી કચ્છ પોલીસ સાથે શેર કરી હતી અને તેને ધમકીભર્યા સંદેશાઓ પોસ્ટ કર્યા છે કે નહીં તેની પુષ્ટિ કરવાનું જણાવ્યું હતું.
તેમને કહ્યું હતું કે, “રાંચી પોલીસે અમારી સાથે માહિતી શેર કર્યા બાદ અમે પૂછપરછ માટે તેની ધરપકડ કરી હતી અને આરોપી કચ્છ જિલ્લના મુન્દ્રાનો છે.” તેમને જણાવ્યું છે એ, “અમે પુષ્ટિ કરી છે કે, આ યુવક તે જ છે જેને સંદેશ પોસ્ટ કર્યા હતા તે રાંચી પોલીસને સોંપવામાં આવશે.