ભારતમાં કોરોના : ૨૪ કલાકમાં ૬૬,૭૩૨ નવ કેસ નોંધાયા, જ્યારે ૮૧૬ દર્દીઓના થયા મોત

October 12, 2020
 75576
ભારતમાં કોરોના : ૨૪ કલાકમાં ૬૬,૭૩૨ નવ કેસ નોંધાયા, જ્યારે ૮૧૬ દર્દીઓના થયા મોત

ભારતમાં કોરોના વાયરસના ચેપના કુલ કેસો વધીને ૭૧ લાખને પાર પહોંચી ગયા છે, જ્યારે દેશમાં ચેપગ્રસ્ત લોકોના સ્વસ્થ થવાનો દર ૮૬.૧૭ ટકા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં કોવિડ-૧૯ ના ૬૬,૭૩૨ નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોના વાયરસના કારણે ૮૧૬ લોકોનાં મોત નીપજ્યાં છે. જયારે સક્રિય કેસની સંખ્યા ૮,૬૧,૮૫૩ છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ચેપના નવા ૨૬૩ કેસ નોંધાયા બાદ ચેપના આંકડા વધીને ૭૧,૨૦,૩૫૯ થઈ ગયા છે. આ સમયગાળામાં ૮૧૬ લોકોના વધુ મૃત્યુ બાદ મૃતકોની સંખ્યા ૧,૦૯,૧૫૦ થઈ ગઈ છે. જ્યારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ૬૦ લાખથી વધુ થઈ ગઈ છે.

૬૧,૪૯,૫૩૬ દર્દીઓને કોરોના ચેપથી રાહત મળી છે અથવા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અથવા દેશ છોડી ચાલ્યા ગયા છે. રવિવારે, કોરોનાના ૭૪,૩૮૩ નવા કેસ નોંધાયા હતા. સોમવારે નવા કેસોમાં ઘટાડો થયો છે. જયારે મૃતકોની સંખ્યા પણ રવિવારની સરખામણી કરતા ઓછી છે.

ભારતમાં કોવિડ-૧૯ ના કેસ સાત ઓગસ્ટના ૨૦ લાખ, ૨૩ ઓગસ્ટના ૩૦ લાખ, પાંચ સપ્ટેમ્બરના ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરના ૫૦ લાખ અને ૨૮ સપ્ટેમ્બરના ૬૦ લાખને વટાવી ગયા હતા.

Share: