દિલ્હી કેપિટલ્સના આ દિગ્ગજ ખેલાડી આઈપીએલથી થયા બહાર

October 13, 2020
 146
દિલ્હી કેપિટલ્સના આ દિગ્ગજ ખેલાડી આઈપીએલથી થયા બહાર

દિલ્હી કેપિટલ્સના બોલર ઇશાંત શર્મા આઈપીએલની સીઝનથી બહાર થઈ ગયા છે. ઇશાંત શર્મા ઈજાના કારણે ટુર્નામેન્ટથી બહાર થઈ ગયા છે અને દિલ્હી કેપિટલ્સ માટે આ મોટો ઝટકો છે. ઇશાંત શર્માએ આ સીઝનમાં વધુ મેચ પણ રમી નહોતી. આ સીઝન આઈપીએલમાં તેમને માત્ર એક મેચ રમવાની તક મળી હતી. ઈશાંત શર્મા ટુર્નામેન્ટથી બહાર થનારા દિલ્હી કેપિટલ્સના બીજા ખેલાડી છે. તેમની પહેલા અમિત મિશ્રાને પણ ઈજાના કારણે બહાર થવું પડ્યું હતું.

ઇશાંત શર્મા આ સીઝનમાં માત્ર એક જ મેચ રમ્યા હતા એટલા માટે કહેવામાં આવી શકે છે કે, તેમને ઈજા અભ્યાસ દરમિયાન થઈ હતી. દિલ્હી કેપિટલ્સના મેચથી બહાર રહેતા અભ્યાસ સેશનમાં ઈજા થવાની સંભાવનાઓ જરૂર જોવા મળે છે. તેમ છતાં ઇશાંત શર્માના અનુભવને જોતા દિલ્હી કેપિટલ્સ માટે એક મોટો ઝટકો કહેવામાં આવી શકે છે.

આઈપીએલની આ સીઝનમાં ઇશાંત શર્મા એક જ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમતા જોવા મળ્યા હતા. આ મેચમાં પણ તેમનું પ્રદર્શન ખાસ સારું રહ્યું હતું અને તેમને કોઈ વિકેટ પણ મળી નહોતી. ત્યાર બાદ દિલ્હી કેપિટલ્સની ટીમના અંતિમ ઈલેવનમાં જગ્યા બનાવવામાં તે સફળ રહ્યા નહોતા.

દિલ્હી કેપિટલ્સના લેગ સ્પિનર અમિત મિશ્રા પણ ઈજાગ્રસ્ત થઈને બહાર થઈ ચુક્યા છે. ત્યાર બાદ ઇશાંત શર્મા બહાર થનારી બીજી ભારતીય ખેલાડી છે. દિલ્હી કેપિટલ્સના પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે. છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમને મુંબઈ ઇન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં દિલ્હી કેપિટલ્સે સાત મેચમાં પાંચમાં અત્યાર સુધી જીત પ્રાપ્ત કરી છે જે એક મોટી વાત છે. દરેક ટીમ માટે આ વખતે દિલ્હી કેપિટલ્સે મુશ્કેલીઓ ઉભી કરી છે. જોવા એ રહેશે કે, ઇશાંત શર્માના ગયા બાદ ટીમમાં નવા ચેહરો કોણ આવે છે.

Share: