રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કોલકાતા નાઈટ રાઈડર્સને ૮૨ રનથી હરાવ્યું

October 13, 2020
 149
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કોલકાતા નાઈટ રાઈડર્સને ૮૨ રનથી હરાવ્યું

આઈપીએલ ૨૦૨૦ ની ૨૮ મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં શારજાહમાં કોલકાતા નાઈટ રાઈડર્સને ૮૨ રનથી હરાવ્યું અને એકતરફી જીત સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર પહોંચી ગઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરતા મેન ઓફ ધ મેચ એબી ડી વિલિયર્સની શાનદાર ૭૩ રનની ઇનિંગના આધારે ૨૦ ઓવરમાં ૧૯૪/૨ નો સ્કોર બનાવ્યો, જેના જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ૧૧૨/૯ નો સ્કોર જ બનાવી શક્યું હતું.

આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ગુરકીરત માનની જગ્યાએ મોહમ્મદ સિરાજને સામેલ કરવામાં આવ્યા છે. કેકેઆરની ટીમમાં સુનીલ નારાયણની જગ્યાએ ટોમ બેંટનને તક આપવામાં આવી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શરૂઆત સારી રહી અને એરોન ફિન્ચે પ્રથમ વિકેટ માટે દેવદત્ત પડીકક્લ (૨૩ બોલમાં ૩૨) ની સાથે ૬૭ રન જોડ્યા હતા. પાવરપ્લેમાં આરસીબીનો સ્કોર ૪૭/૦ હતો અને સાતમી ઓવરમાં બંને ઓપનરોએ ટીમને ૫૦ ના પાર પહોંચાડી દીધો હતો, પરંતુ આઠમી ઓવરમાં પડીકક્લના આઉટ થવાથી તેમને પ્રથમ ઝટકો લાગ્યો હતો. ૧૩ મી ઓવરમાં ૯૪ ના સ્કોર પર એરોન ફિન્ચ પણ ૩૭ બોલમાં ૪૬ રન બનાવી આઉટ થઈ ગયા હતા.

૧૪ મી ઓવરમાં આરસીબીએ ૧૦૦ નો આંકડો પાર કર્યો હતો. ત્યાર બાદ એબી ડી વિલિયર્સે ૨૩ બોલમાં એક શાનદાર અડધી સદી ફટકારી અને ૩૩ બોલમાં ૬ સિક્સર અને પાંચ ચોગ્ગાની મદદથી ૭૩ રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન વિરાટ કોહલી (૨૮ બોલમાં ૩૩) ની સાથે તેમને ત્રીજી વિકેટ માટે ૧૦૦ રન જોડ્યા અને ટીમને ૧૯૦ ની પાર પહોંચાડ્યું હતું. અંતિમ પાંચ ઓવરમાં આરસીબીએ ૮૩ રન બનાવ્યા હતા. કેકેઆર તરફથી આન્દ્રે રસેલ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ એક-એક વિકેટ લીધી હતી.

મોટા ટાર્ગેટના જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સની બેટિંગ સંપૂર્ણપણે ફ્લોપ રહ્યા અને તેના કારણે તેમને એકતરફી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ મેચ રમી રહેલા ટોમ બેંટન માત્ર ૮ રન બનાવી આઉટ થઈ ગયા હતા. ત્યાર બાદ નીતીશ રાણા ૯, ઇયોન મોર્ગન ૮ અને કેપ્ટન દિનેશ કાર્તિક માત્ર ૧ રન બનાવી આઉટ થઈ ગયા હતા. શુભમન ગીલે સૌથી વધુ ૩૪ રન બનાવ્યા પરંતુ તેમનું યોગદાન પણ ટીમને વધુ કામ આવ્યું નહોતું.

આન્દ્રે રસેલ અને રાહુલ ત્રિપાઠીએ ૧૬-૧૬ રન બનાવ્યા, પરંતુ આ રન ટીમને માત્ર ૧૦૦ ની પાર પહોંચાડવામાં કામ આવ્યા હતા. અંતમાં સ્કોર ૨૦ ઓવરમાં ૧૧૨/૯ જ રહ્યો અનેવ કેકેઆરને એકતરફી હાર મળી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી વોશિંગ્ટન સુંદર અને ક્રીસ મોરિસે બે-બે નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ, ઇસુરુ ઉડાના અને યુજ્વેન્દ્ર ચહલે એક-એક વિકેટ લીધી હતી.

Share: