
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા ૭૧,૭૫,૮૮૩ પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૫,૨૪૨ નવા કેસ સામે આવ્યા છે અને ૭૦૬ લોકોનાં મોત નીપજ્યાં છે. સોમવારે કોરોનાના છેલ્લા ૬૩ દિવસમાં રેકોર્ડ સૌથી ઓછા કેસ નોંધાયા છે. બીજી તરફ, કોરોનાથી થયેલા મૃત્યુઆંકમાં ૭૭ દિવસમાં મોટો ઘટાડો નોંધાયો છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સોમવારે દેશમાં કોરોના ચેપના નવા ૫૫,૩૪૨ કેસ નોંધાયા છે અને ૭૦૬ લોકોના મોત નીપજ્યાં છે. તેની સાથે દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા ૭૧ લાખ ૭૫ હજાર ૮૮૩ પહોંચી ગઈ છે, જેમાંથી આઠ લાખ ૩૮ હજાર ૮૮૧ સક્રિય કેસ છે. ૬૨ લાખ ૨૭ હજાર ૨૯૬ દર્દીઓ સ્વસ્થ થયા છે અને તેમના ઘરે ચાલ્યા ગયા છે. ત્યારે અત્યાર સુધી કોરોનાથી એક લાખ નવ હજાર ૮૫૬ લોકોના મૃત્યુ થયા છે.
૧૦ ઓગસ્ટ બાદ નવા કેસમાં ઘટાડો
૧૦ ઓગસ્ટના કોરોનાના સંક્રમણના ૫૧ હજાર ૨૯૬ કેસ નોંધાયા હતા, ત્યાર્બાદ સોમવારે પ્રથમ વખત ૫૫ હજાર ૩૪૨ કેસ નોંધાયા છે. જ્યારે, ૨૭ જુલાઈના કોરોના ચેપના કારણે ૬૩૮ લોકો મૃત્યુ પામ્યા હતા, ત્યાર બાદ સોમવારે ૭૦૬ લોકો મૃત્યુ પામ્યા હતા.