
ભારતમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે, પરંતુ રાહતની વાત એ છે કે, દૈનિક કેસોમાં પહેલાની તુલનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બુધવારે, દેશમાં કોરોના વાયરસના નવા ૬૩,૫૦૯ કેસ નોંધાયા છે. જયારે, કોવિડ-૧૯ માંથી સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા વધીને ૬૩ લાખથી વધુ થઈ ગઈ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬૩,૫૦૯ નવા કેસ નોંધાયા છે. જ્યારે, આ દરમિયન ૭૩૦ લોકોએ કોવિડ-૧૯ ના કારણે ૭૩૦ લોકોએ જીવ ગુમાવ્યો છે. આંકડા મુજબ, અત્યાર સુધી દેશમાં ૭૨,૩૯,૩૯૦ લોકો કોરોના વાયરસની ચપેટમાં આવ્યા છે.
જ્યારે, દેશમાં કોરોના વાયરસથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. તેના સિવાય સક્રિય કેસ અને સાજા થનારા દર્દીઓની સંખ્યામાં તફાવત વધી રહ્યો છે. અત્યાર સુધી કુલ ૬૩,૦૧,૯૨૮ લોકોએ કોરોના માત આપી કે અને સારવાર બાદ હોસ્પિટલથી ઘરે પરત ફર્યા છે.
મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસો ૮,૨૬,૮૭૬ છે, જેમાં દરરોજ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વાતનો સંકેત એ છે કે, કોરોના સામેની લડતમાં યોગ્ય દિશામાં કામ કરી રહ્યું છે. જ્યારે, કોરોનાના કારણે કુલ ૧,૧૦,૫૮૬ લોકો મૃત્યુ પામ્યા છે.