
કેક તો તમે બધાએ ખાધી જ હશે. મોટા ભાગના લોકો તેમના જન્મદિવસે કેક કાપે છે અને કેક સાથે તેમનો જન્મદિવસ ઉજવે છે. જે લોકો સ્વીટ્સ ખાવાના શોખીન છે તેમને ચોકલેટ કેક ખૂબ પસંદ આવશે. ચોકલેટ અને કૉફીના ટેસ્ટ સાથે આ કેક સોફ્ટ હોય છે. આ કેકને પૂરા પરફેક્શન સાથે બેક કરવામાં આવે છે. તો આજે અમે તમારા માટે લાવ્યા છે ઘરે ટેસ્ટી ચોકલેટ કેક બનાવવાની સરળ રીત.
ચોકલેટ કેક બનાવવા માટેની સામગ્રી :
મેંદો - ૩/૨ કપ
દળેલી ખાંડ - ૧/૨ કપ
કોકો પાવડર - ૧/૨ કપ
બેકિંગ સોડા - ૧/૨ ચમચી
બેકિંગ પાવડર - ૧ નાની ચમચી
દહીં - ૧ કપ
થોડાં ડ્રાય નટ્સ
ચોકલેટ કેક બનાવવાની રીત:
સૌ પ્રથમ મેંદા સાથે કોકો પાવડર, બેકિંગ પાવડર અને સોડાને સરખી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને મેંદાની ચારણીથી ચાળી લો જેથી તમારી કેક સોફ્ટ બને. ચાળેલા આ મિશ્રણમાં ધી નાખી બરાબર હલાવી લો. હવે આ મિશ્રણમાં દળેલી ખાંડ અને પ્રમાણસર તેલ નાખી સરખી રીતે મિક્સ કરી લો. મિશ્રણ એકરસ થઇ જાય પછી તેમાં દહીં મિક્સ કરી લો. આ મિશ્રણને ૨૦૦ સેન્ટીગ્રેડ પર ૨૫-૩૦ મિનિટ સુધી કેક બનાવવાના વાસણમાં નાંખી બેક કરી લો. તૈયાર છે તમારી ચોકલેટ કેક. તમે ઇચ્છો તો કેક પર ચોકલેટ પેસ્ટ પણ નાંખી શકો છો.