૧૫ ડીસેમ્બરથી બંધ થઈ જશે યાહૂની આ સર્વિસ

October 14, 2020
 10798
૧૫ ડીસેમ્બરથી બંધ થઈ જશે યાહૂની આ સર્વિસ

યાહૂએ પોતાની વેબસાઈટ પર એક સંદેશ જાહેર કરતા જણાવ્યું છે કે, છેલ્લા ઘણા વર્ષોથી ઉપયોગમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે ૧૫ ડીસેમ્બરથી યાહૂ ગ્રુપને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. વર્ષ ૨૦૧૭ માં યાહૂને ખરીદનારી વેરિઝોને મંગળવારે આ નિર્ણયની જાહેરાત કરી હતી. યાહૂ વેબ પર તેમના સમયનું સૌથી મોટું મેસેજ બોર્ડ સિસ્ટમ રહ્યું છે, જે હવે આ વર્ષના અંતમાં તેમની યાત્રા સમાપ્ત કરવા જઈ રહ્યું છે.

યાહૂ ગ્રુપ્સ છેલ્લા ઘણા વર્ષોથી ઉપયોગમાં સતત ઘટાડાનો સામનો કરી રહ્યા છે. અમને એ પણ જાણવા મળ્યું છે કે, યુઝર્સ પ્રીમીયમ અને ભરોસા લાયક કન્ટેન્ટ માંગે છે. તેમ છતાં આવા નિર્ણય લેવા ક્યારેય સરળ નથી હોતા, પરંતુ આપણે ક્યારેક તે પ્રોડક્ટ વિશેમાં મુશ્કેલ નિર્ણય લેવો જોઈએ જે અમારી લોન્ગ ટાઈમ સ્ટ્રેટજી માટે ઠીક છે. હવે અમે ધંધાના અન્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીશુ.

કંપનીએ કહ્યું છે કે, “તમારા દ્વ્ર્રારા મોકલવામાં આવેલ અને પ્રાપ્ત થયેલ ઈમેલ તમારા ઇમેલમાં રહેશે, પરંતુ ૧૨ ઓક્ટોબરથી નવા ગ્રુપ બનાવી શકાશે નહીં અને ૧૫ ડીસેમ્બર બાદ લોકો યાહૂ ગ્રુપ્સ દ્વારા મેઇલ મોકલવા અથવા પ્રાપ્ત કરી શકશે નહીં. તેમ છતાં યાહૂ મેલ પહેલાની જેમ કામ કરવાનું ચાલુ રાખશે.

૨૦૦૧ માં સેવા શરુ કરવામાં આવી હતી

લગભગ ૧૯ વર્ષ પહેલા યાહૂ ગ્રુપ્સ સર્વિસ ૨૦૦૧ માં શરુ થઈ હતી અને આ રેડિટ, ગુગલ ગ્રુપ્સ અને ફેસબુક ગ્રુપ્સ મુકાબલા સામે ટકી શકી નહોતી. અમેરિકન વાયરલેસ કોમ્યુનિકેશંસ સર્વિસ પ્રોવાઇડર વેરીઝોને ૨૦૧૭ માં યાહૂના ઇન્ટરનેટ વ્યવસાયને ૪.૮ અબજ ડોલરમાં ખરીદ્યો હતો.

Share: