શું તમે જાણો છો પાલક ખાવાના ફાયદાઓ... જાણો અહીં

October 14, 2020
 10501
શું તમે જાણો છો પાલક ખાવાના ફાયદાઓ... જાણો અહીં

શિયાળામાં મળતી શાકભાજીમાં પાલક સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. લોકો તેને ઘણી અલગ અલગ રીતે ખાવાનું પસંદ કરે છે, જેમ કે સબ્જી, સૂપ અથવા સલાડની રીતે. વિટામીન, કેલરી, કાર્બોહાઈડ્રેટ, ફેટ, ફાઈબર અને ખનીજ તત્વોથી ભરપૂર પાલક ઘણા હેલ્થ પ્રોબ્લેમ્સ દૂર કરવામાં પણ મદદગાર છે. તો ચાલો આજે અમે તમને જણાવીશું પાલકના ફાયદાઓ વિશે.

પાલકને ફક્ત હિમોગ્લોબીન વધારનાર સબ્જી માનવામાં આવે છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે, પાલકમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર જેવા અનેક તત્વો હોય છે. પાલકમાં વિટામીન A,B,C,Z,P હોય છે. તેની સાથે પાલકમાં ખનીજ તત્વ જેવા કે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન પણ હોય છે.

પાલકના રસમાં ગાજરનો રસ મિક્સ કરી પીવાથી ચરબી ઓછી થવા લાગે છે અથવા પાલકના રસમાં લીંબુનો રસ મિક્સ કરવાથી મોટાપો દૂર થાય છે. માટી ખાવાના કારણે બાળકનું પેટ વધી જાય છે. તેવામાં દિવસમાં બે વાર બાળકને પાલક ખવડાવવાથી પેટ હળવું રહે છે અને બાળક ચુસ્ત રહે છે.

પાલક સ્વાસ્થ્યની સાથે-સાથે વાળ માટે પણ ફાયદાકાર છે. જે લોકો હેરફોલથી પરેશાન છે તેમણે પાલકને પોતાના ભોજનમાં સામેલ કરવો જોઈએ. કારણકે પાલક શરીરમાં આયરનની કમી પૂર્ણ કરી હેરફોલ ઘટાડે છે.

પાલક હાર્ટ માટે ફાયદાકારક છે. અડધી ચમચી ચોલાઇનો રસ, એક ચમચી પાલકનો રસ અને એક ચમચી લીંબુનો રસ ત્રણેય મિક્સ કરી રોજ સવારે પીવાથી લોહી સાફ રહે છે અને હાર્ટ સરખી રીતે કામ કરે છે. પાલક એનીમિયામાં દવાઓ કરતા વધારે ફાયદો આપે છે.

પાલક રીન્ક્લ્સ દૂર કરવામાં પણ મદદ કરે છે. પાલક અને લીંબુના રસમાં કેટલાક ટીપા ગ્લિસરીન મિક્સ કરી સૂતા સમયે સ્કીન પર લગાવવાથી ફાયદા થાય છે. તે પેટની પાચન ક્રિયાને સારી રાખે છે અને એસિડ પણ દૂર કરે છે.

પાલક લીવરને વધારે કામ કરવામાં મદદ કરે છે અને તેની સાથે આંખોની રોશની પણ તેજ કરે છે. દિમાગી કામ કરનાર લોકો માટે આ એક તાકતવર સબ્જી છે.

Share: