કોંગ્રેસના નેતૃત્વ સામે સવાલો કરતાં મનહર પટેલને નોટિસ ફટકારાઇ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ખુલાસો માંગ્યો.

October 15, 2019
 995
કોંગ્રેસના નેતૃત્વ સામે સવાલો કરતાં મનહર પટેલને નોટિસ ફટકારાઇ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ખુલાસો માંગ્યો.

પેટાચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. એક સપ્તાહ બાદ છ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. ત્યારે કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમાર અને લઘુમતી આગેવાન બદરુદ્દીન શેખને પ્રદેશ નેતાગીરીએ માંડ માંડ મનાવ્યા છે. ત્યારે હવે કોંગ્રેસના નેતા મનહર પટેલે કોંગ્રેસ શિર્ષ નેતૃત્વ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ફેસબુક પર આક્ષેપો કરતાં પ્રદેશ નેતાગીરી ચોંકી ઉઠી છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મનહર પટેલને ગેરશિસ્ત બદલ નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. મનહર પટેલે એવા આક્ષેપ કર્યા છે કે, પાંચ-દસ નેતાઓએ કોંગ્રેસને ફોલી ખાંધી છે. તેમણે કોંગ્રેસ હાઇકમાન્ડ સામે પણ આંગળી ચીંધી છે. ઉલ્લેખનીય છે કે, મનહર પટેલે કોંગ્રેસે આ વખતે ભાવનગર લોકસભા ચૂંટણી લડવા ટીકીટ આપી હતી.

Share: