ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન જોન રીડનું ૯૨ વર્ષની વયે અવસાન

October 14, 2020
 130
ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન જોન રીડનું ૯૨ વર્ષની વયે અવસાન

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને વિઝડન ક્રિકેટર ઓફ ધ યર રહી ચુકેલા જોન રીડનું અવસાન થઈ ગયું છે. તે ૯૨ વર્ષના હતા. ન્યુઝીલેન્ડના આ ભૂતપૂર્વ કેપ્ટન લાંબા સમયથી કોલન કેન્સરનો સામનો કરી રહ્યા હતા. જોન રીડને ન્યુઝીલેન્ડના શાનદાર ખેલાડીઓ માનવામાં આવતા હતા અને ૧૯૫૬ માં ઓકલેન્ડમાં તેમની કેપ્ટનશીપમાં ન્યુઝીલેન્ડે પ્રથમ ટેસ્ટ જીતી હતી એટલા માટે તે વધુ જાણીતા છે. તે ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ન્યુઝીલેન્ડ માટે જોને ૮૪ રન બનાવવા સિવાય એક વિકેટ પણ પ્રાપ્ત કરી હતી.

જોન રીડે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં કુલ ૫૮ મેચ રમી અને ૩૪ માં તેમને કેપ્ટનશીપ કરી હતી. તે હાર્ડ હિટિંગ મધ્યક્રમના બેટ્સમેન હતા અને મીડીયમ પેસ બોલિંગ પણ કરતા હતા. ૧૯૪૯ માં માન્ચેસ્ટર ટેસ્ટથી તેમને ઇંગ્લેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું અને ૧૯૬૫ સુધી રમ્યા હતા. તેમને કારકિર્દીમાં ૩૪૩૮ રન બનાવ્યા હતા. કારકિર્દીમાં તેમના બેટથી છ સદી નીકળી હતી. ૧૯૬૧ માં સાઉથ આફ્રિકા સામે બોક્સિંગ ડે મેચમાં તેમને ૧૪૨ રનની ઇનિંગ રમી અને આ તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર રહ્યો હતો.

જોન રીડે પોતાની કારકિર્દીમાં ૮૫ વિકેટ પ્રાપ્ત કરી હતી અને ૧૯૪૯ ના ઇંગ્લેન્ડના પ્રવાસની અંતિમ મેચમાં તેમને વિકેટ પ્રાપ્ત કરી હતી. સાઉથ આફ્રિકા સામે પોતાની કેપ્ટનશીપમાં તેમને ડ્રો સીરીઝમાં બે મેચ ન્યુઝીલેન્ડ ટીમને જીતાડી હતી. આ ૧૯૬૧ ની વાત છે. ઇંગ્લેન્ડ સામે ૧૯૬૫ માં તેમને ટોપ વર્લ્ડની ટીમની આગેવાની પણ બે મેચ માટે કરી હતી. તેમની કેપ્ટનશીપની કળાને જોતા આ જવાબદારી મળી હતી.

ક્રિકેટથી નિવૃત્તિ લધા બાદ જોન રીડ આઈસીસીના મેચ રેફરી બન્યા હતા. તેના સિવાય તે નેશનલ સિલેક્ટર અને ટીમ મેનેજર પણ રહ્યા હતા. પ્રથમ શ્રેણી ક્રિકેટમાં તેમને ૨૪૬ મેચ રમી અને ૧૬ હજારથી વધુ રન બનાવા સિવાય ૪૬૬ વિકેટ પણ પ્રાપ્ત કરી હતી.

Share: