આજે રાજ્યભરમાં કોંગ્રેસનું હલ્લાબોલ, પરીક્ષા રદ થતાં ઘરણા, વિરોધ પ્રદર્શન.

October 15, 2019
 1012
આજે રાજ્યભરમાં કોંગ્રેસનું હલ્લાબોલ, પરીક્ષા રદ થતાં ઘરણા, વિરોધ પ્રદર્શન.

બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષાની શૈક્ષણિક લાયકાતમાં રાતોરાત સુધારો કરી દેવાયો છે. અને અંતિમ ઘડીએ પરીક્ષા રદ કરી દેવાતાં લાખો વિધાર્થીઓના સરકારી નોકરીના અરમાન અધૂરા રહ્યાં છે. લાખો શિક્ષિત યુવાનોનાં સમર્થનમાં અને ભાજપ સરકારના અણઘડ વિરોધમાં કોંગ્રેસ આજે રાજ્યભરમાં ઘરણા અને દેખાવો કરશે.

કોંગ્રેસે પરીક્ષા રદ કરી દેવાનાં સરકારના નિર્ણયનો વિરોધ કરવા નક્કી કર્યું છે. ત્યારે અમદાવાદ સહિતના મહાનગરો અને જિલ્લા મથકોએ કોંગ્રેસી કાર્યકરો દેખાવો કરશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, સરકારી નોકરીમાં ભરતી કૌભાંડએ ભાજપની ઓળખ બની છે. આજે ગુજરાતમાં શિક્ષિત યુવાનોએ ભાજપ સરકાર પરથી વિશ્વાસ ગુમાવી દીધો છે.

Share: