શિખર ધવન આઈપીએલમાં ઇતિહાસમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બન્યા

October 15, 2020
 320
શિખર ધવન આઈપીએલમાં ઇતિહાસમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બન્યા

શિખર ધવને આઈપીએલમાં એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સ માટે શિખર ધવન જ શાનદાર રમત દેખાડનાર એક માત્ર બેટ્સમેન રહ્યા હતા. શિખર ધવને શાનદાર અડધી સદી ફટકારી હતી. આઈપીએલમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર ભારતીયોમાં શિખર ધવનનું નામ સૌથી ઉપર આવી ગયું છે.

આઈપીએલમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેનોમાં ચાર નામ સંયુકતપણે હતા. શિખર ધવન, રોહિત શર્મા, સુરેશ રૈના અને વિરાટ કોહલીનું નામ યાદીમાં હતું. બધાના નામે ૩૮-૩૮ અડધી સદી હતી પરંતુ શિખર ધવન બાકી ત્રણ બેટ્સમેનોને પાછળ છોડી એક પગલું આગળ નીકળી ગયા છે. શિખર ધવનના નામે આઈપીએલમાં અત્યારે ૩૯ અડધી સદી થઈ ગઈ છે અને આ બાબતમાં તે અન્ય ભારતીયોથી આગળ છે.

દિલ્હી કેપિટલ્સની ટીમ રાજસ્થાન રોયલ્સ સામે પ્રથમ બેટિંગ કરવા માટે મેદાન પર આવી હતી પરંતુ તેમની બે વિકેટ જલ્દી જ પડી ગઈ હતી. ત્યાર બાદ શિખર ધવને શાનદાર ઇનિંગ રમતા રાજસ્થાન રોયલ્સના બોલરોની ધોલાઈ કરી દીધી હતી. શિખર ધવને ૩૩ બોલમાં ૫૭ રનની ઇનિંગ રમી હતી. આ રમતના કારણે દિલ્હી કેપિટલ્સની ટીમ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૬૧ રનનો સ્કોર બનાવવામાં સફળ રહી હતી.

દિલ્હી કેપિટલ્સ માટે શિખર ધ્વન આ આઈપીએલમાં પ્રથમ વખત એક અડધી સદી ફટકારી ચુક્યા છે પરંતુ તે ઇનિંગ ધીમી હતી. તે ઇનિંગમાં તેમને ૫૨ બોલમાં ૬૯ રન બનાવ્યા હતા. આ વખતે તેમને શરૂઆતથી જ આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. આ કારણોસર છે તેમની સ્ટ્રાઈક રેટ પણ ઘણી સારી રહી હતી.

દિલ્હી કેપિટલ્સની ટીમે આ આઈપીએલમાં ઘણી સારી રમત દેખાડી છે. પાંચ જીત સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે. સામૂહિક પ્રયાસોથી આ સફળતા મળી છે.

Share: