આઈપીએલ : આ વિદેશી ખેલાડીએ ફેંકી ટુર્નામેન્ટની સૌથી ઝડપી બોલ

October 15, 2020
 292
આઈપીએલ : આ વિદેશી ખેલાડીએ ફેંકી ટુર્નામેન્ટની સૌથી ઝડપી બોલ

આઈપીએલમાં આ દિવસોમાં માત્ર બેટ્સમેન જ નહીં પરંતુ બોલર પર સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ખાસકરીને સાઉથ આફ્રિકાના ઝડપી બોલર એનરિક નોર્કિયાએ સતત પોતાની ઝડપથી તહલકો મચાવી રહ્યા છે. તે સતત બેટ્સમેનોને પોતાની ઝડપથી હેરાન કરી રહ્યા છે. દરેક વખતે ગોળીની જેમ બોલ નીકળી રહી છે. એનરિક નોર્કિયાએ આઈપીએલમાં સૌથી ઝડપી બોલ ફેંક્રવાનો રેકોર્ડ તોડી દીધો છે. તેમને બુધવારના દિલ્લી સામે ૧૫૬.૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેંકી હતી. તેની સાથે તેમને ડેલ સ્ટેનનો રેકોર્ડ તોડી દીધો હતો. ડેલ સ્ટેને આઈપીએલમાં ૧૫૪.૪ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો.

દિલ્હી કેપિટલ્સ માટે રમતા બુધવારે એનરિક નોર્કિયાએ ત્રીજી ઓવરમાં આઈપીએલની સૌથી ઝડપી બોલ ફેંકી હતી. તેમ છતાં ૧૫૬.૨૨ કિલોમીટરની ઝડપની આ બોલર પર રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન બટલરે ચોગ્ગો ફટકાર્યો હતો. પરંતુ આગામી બોલ પર તેમને બટલરને બોલ્ડ આઉટ કરી દીધા હતા. આ બોલની ઝડપ પણ ૧૫૫.૨ કિલોમીટર પ્રતિ કલાક હતી. આઈપીએલની વર્તમાન સીઝનમાં સૌથી ઝડપી બોલર ફેકવાની યાદીમાં સૌથી ઉપર એનરિક નોર્કિયાનું નામ આવે છે. તેમને અત્યાર સુધી ૧૫૬.૨, ૧૫૫.૨, ૧૫૪.૭, ૧૫૪.૨ અને ૧૫૩.૭ કિલોમીટરની ઝડપથી બોલ ફેંકી છે. ત્યાર બાદ જોફરા આર્ચરનો વારો આવે છે. જોફ્રા આર્ચરે ૧૫૩.૬ કિલોમીટરની પ્રતિ ઝડપથી બોલ ફેંકી છે. આ બંને બોલરમાં આ વખતે શાનદાર મુકાબલો જોવા મળી રહ્યો છે.

આ લિસ્ટમાં કોણ છે

આઈપીએલના ઇતિહાસમાં જો સૌથી ઝડપી બોલની લીસ્ટ પર નજર કરીએ તો હવે પ્રથમ બે સ્થાન પર એનરિક નોર્કિયા આવી ગયા છે. ત્યાર બાદ ત્રીજા નંબર પર ડેલ સ્ટેન આવે છે. ચોથા નંબર પર એનરિક નોર્કિયા છે. જ્યારે પાંચમાં નંબર પર કાગિસો રબાડા છે. ખાસ વાત એ છે કે, આ બધા બોલરો સાઉથ આફ્રિકાથી છે.

૧. એનરિક નોર્કિયા – ૧૫૬.૨

૨. એનરિક નોર્કિયા – ૧૫૪.૮

૩. ડેલ સ્ટેન – ૧૫૪.૪

૪. એનરિક નોર્કિયા – ૧૫૪

૫. કાગિસો રબાડા – ૧૫૩.૯

Share: