આઈસીસીએ ઝિમ્બાબ્વે અને નેપાળ ક્રિકેટને આપી મોટી ખુશખબરી

October 15, 2019
 131
આઈસીસીએ ઝિમ્બાબ્વે અને નેપાળ ક્રિકેટને આપી મોટી ખુશખબરી

ઝિમ્બાબ્વે અને નેપાળની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ની સભ્યતાને સોમવારે ફરીથી ચાલુ કરી દેવામાં આવી છે. આઈસીસીએ સોમવારે એક નિવેદન જાહેર કરી આ વાતની જાણકારી આપી દીધી છે. ઝિમ્બાબ્વેને જુલાઈ ૨૦૧૯ માં આઈસીસીની સભ્યતાથી વંચિત કરી દેવામાં આવ્યા હતા.

આઈસીસીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, અહીં આઈસીસી ચેરમેન, મુખ્ય કાર્યકારી અધિકારી, ઝિમ્બાબ્વે ક્રિકેટ ચેરમેન તાવેગ્વા મુખુહલાની અને ઝિમ્બાબ્વેના રમત મંત્રી કોવેન્ટ્રી અને સ્પોર્ટસ એન્ડ રિક્રીએષ્ણ કમિશનના ચેરમેન જેરાલ્ડ એમલોટશ્વાની સાથે થયેલી બેઠક બાદ ઝિમ્બાબ્વેને પરત આઈસીસીની સભ્યતા આપવામાં આવી છે.

આઈસીસી ચેરમેન શશાંક મનોહરે જણાવ્યું છે કે, “હું ઝિમ્બાબ્વેના રમત મંત્રીના તેમના સમર્થન માટે આભાર વ્યક્ત કરુ છુ જેમને ઝિમ્બાબ્વે ક્રિકેટની પુન:સ્થાપનામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ઝિમ્બાબ્વેમાં રમત માટે કામ કરવાનો તેમનો આગ્રહ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો અને આઈસીસી બોર્ડ દ્વ્રારા રાખવામાં આવેલી શરતોથી સંપૂર્ણ રીતે સહમત થઈ ગયા હતા. ઝિમ્બાબ્વે ક્રિકેટને નાણાં આપવાનું ચાલુ રાખશે.

ઝિમ્બાબ્વે હવે આગામી વર્ષે જાન્યુઆરીમાં થનારી આઈસીસી અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં ભાગ લેશે. તેની સાથે આઈસીસી સુપર લીગ-૨૦૨૦ માં પણ રમશે.

મનોહરે તેની સાથે નેપાળ વિશે જણાવ્યું છે કે, “ઝિમ્બાબ્વેએ જે પ્રગતી કરી છે તેને જોયા બાદ નેપાળ ક્રિકેટ એસોસિએશન હવે એક પ્લાન તૈયાર કરશે જે એસોશીએટ મેમ્બરશીપ મુજબ હશે જેમાં નિયંત્રિત ફંડિંગ પણ હશે.

Share: