ભારતમાં કોરોના વાયરસ : છેલ્લા ૨૪ કલાકમાં ૬૭૭૦૮ નવા કેસ નોંધાયા

October 15, 2020
 3755
ભારતમાં કોરોના વાયરસ : છેલ્લા ૨૪ કલાકમાં ૬૭૭૦૮ નવા કેસ નોંધાયા

દેશમાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓનો આંકડો ૭૩ લાખને પાર કરી ગયો છે. હાલના આંકડા પ્રમાણે કોરોના વાયરસથી દેશમાં અત્યાર સુધી ૭૩,૦૭,૭૯૮ લોકો સંક્રમિત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬૭ હજાર ૭૦૮ નવા દર્દીઓ નોંધાયા છે. બુધવારે ૬૮૦ લોકોના મોત નીપજ્યાં અને ૭૬ હજાર દર્દીઓ રીકવર થયા છે. ચેપના કારણે ૧ લાખ ૧૧ હજાર ૨૬૬ લોકોના મોત નીપજ્યાં છે. જયારે, રાહતની વાત એ છે કે, અત્યાર સુધી ૬૩ લાખ ૮૩ હજાર ૪૪૨ લોકો સાજા થયા છે. જ્યારે ૮ લાખ ૧૨ હજાર ૩૯૦ દર્દીઓનું હજુ પણ સારવાર ચાલી રહી છે એટલે કે આ સક્રિય કેસ છે.

કોરોનાથી ૨૬ થી ૬૦ વર્ષના ૪૫ ટકા દર્દીઓના મોત

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ચેપથી નાની ઉમરના દર્દીઓના મોતમાં પણ ઝડપથી વધારો થયો છે. અત્યાર સુધી જીવ ગુમાવનાર ૪૫ ટકા દર્દીઓ એવા હતા જેની ઉમર ૨૬ થી ૬૦ વર્ષની વચ્ચે હતી.

મંત્રાલયે યુવાનોને ચેતવણી આપી છે કે, જો તમે એ વિચારો છો કે, કોરોના ફક્ત વૃદ્ધ લોકોના જીવ લેશે તો તે ખોટું છે, માહિતી અનુસાર, કોરોનાથી પોતાનો જીવ ગુમાવનારા દર્દીઓમાં સૌથી વધુ ૭૦ ટકા દર્દીઓ પુરુષો હતા, જ્યારે દર્દિઓમાં ૩૦ ટકા મહિલાઓ હતી. તેમાં ૫૩ ટકા મરનાર દર્દીઓની ઉમર ૬૦ વર્ષથી વધુ હતી.

Share: